ભક્તિનું નવું સ્વરૂપ: વિદેશીઓએ ‘રૈપ’ વર્ઝનમાં કર્યો હનુમાન ચાલીસાનો પાઠ
એક વિદેશી ગ્રુપે હનુમાન ચાલીસામાં રેપ વર્ઝન મૂકીને પોતાની એક અલગ સ્ટાઈલમાં તેમની ભક્તિ રજૂ કરી હતી. વારાણસીના સંકટમોચન મંદિરમાં બેસીને વિદેશી બેન્ડે તેની ધૂન પર હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું, જેનો વીડિયો ખુબ વાયરલ થયો છે, જેને લોકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. ટ્વિટરના @Lost_Girl_00 પર શેર કરવામાં આવેલા વીડિયોમાં વિદેશીઓને હનુમાન ચાલીસા ગાતા જોઈને તમે પણ દંગ રહી જશો. ભક્તિમાં તરબોળ વિદેશીઓએ મંદિરમાં હનુમાન ચાલીસાનું ‘રૈપ’ વર્ઝનમાં ગાન કર્યું હતું, જેને લોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે.
આ પણ વાંચો : બોટાદ: સાળંગપુર મંદિરમાં 174માં પાટોત્સવનું આયોજન, દર્શન કરવા શ્રદ્ધાળુંઓ ઉમટ્યા
Foreigners recite Hanuman Chalisha at Sankat Mochan Hanuman Temple, Varanasi. ???? pic.twitter.com/cg7OF7Sml0
— The Lost Girl (@Lost_Girl_00) October 11, 2022
હાથમાં ગિટાર લઈને કર્યો હનુમાન ચાલીસાનો પાઠ
વાયરલ વીડિયો કાશીના સંકટમોચન મંદિરનો છે. જ્યાં આંગણામાં બેસીને વિદેશી બેન્ડની મહિલાઓ અને કેટલાક પુરૂષોએ હનુમાન ચાલીસાના ગાન કરતા જોઈ સાંભળનારા પણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. જ્યારે મહિલાએ માથા પર તિલક અને હાથમાં ગિટાર લઈને પોતાની શૈલીમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું શરૂ કર્યું, ત્યારે થોડીવાર માટે સમજવું મુશ્કેલ થઈ ગયું કે તે બધા ભારતીય છે કે વિદેશી. હાથમાં ગિટાર સાથે એક મહિલા અને બે પુરૂષો એકસાથે અલગ-અલગ વાદ્યો અજમાવી રહ્યા હતા જે ભારતીય સંસ્કૃતિ અને ભક્તિની ભાવના દર્શાવે છે. જેણે લોકોને ખૂબ જ પ્રભાવિત કર્યા છે.
વીડિયોને મળ્યાં 1,00,000 થી વધુ વ્યૂ
આ વીડિયોને 1,00,000 થી વધુ વ્યૂઝ મળ્યા છે. સોશિયલ મીડિયા પર પણ લોકો તેમને ખૂબ પસંદ કરી રહ્યા છે. તે જ સમયે, કેટલાક વપરાશકર્તાઓ એવા છે કે જેઓ પરિચિત પરંપરાગત શૈલીમાં હનુમાન ચાલીસા રજૂ ન કરવાને કારણે કેટલાક વાંધો ઉઠાવતા પણ જોવા મળ્યા હતા. તો કેટલાક લોકો એવા પણ હતા જેમણે નવીનતાને ઉમળકાભેર અપનાવવાનો આગ્રહ કર્યો.