ટ્રેન્ડિંગદિવાળીલાઈફસ્ટાઈલ

દિવાળીમાં ફેશનનો નવો ટ્રેન્ડ :  પુરુષોમાં લોંગ ઈન્ડો જેકેટનો ક્રેઝ, તો શિફન ગાઉન મહિલાઓની પહેલી પસંદગી બની

Text To Speech

આ દિવાળી પર માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. દિવાળી સુધી રૂ. 150 કરોડનો બિઝનેસ થવાની સંભાવના છે. દિવાળીમાં જો ફેશનનાં ટ્રેન્ડની વાત કરીએ તો પેસ્ટલ શેડમાં પેન્ટ-કુર્તી અને નાયરા સ્ટાઈલ કુર્તાએ બજારમાં માંગ વધારી છે. દિવાળીની તૈયારી માટે મહિલાઓ જોરશોરથી ખરીદી કરી રહી છે. આ વર્ષે દિવાળી પર પુરુષો માટે લોંગ ઈન્ડો જેકેટ અને મહિલાઓ માટે કુર્તા-પેન્ટ બજારનાં ટ્રેન્ડમાં આવ્યા છે. નાયરા કટ ડ્રેસ સાથે છોકરીઓ માટે ડિઝાઈનર ગાઉન છે. રેડીમેઈડ ગારમેન્ટ્સ ઉત્પાદકો અને જથ્થાબંધ વિક્રેતાઓના જણાવ્યા અનુસાર, કોરોના પછી બજારમાં તેજી આવી છે. જેની અસર કરવા ચોથ પર જોવા મળી છે. દિવાળી સુધીમાં રેડીમેડ માર્કેટ રૂ. 150 કરોડના વેચાણના આંકડાને સ્પર્શી જાય તેવી સંભાવના છે.

આ પણ વાંચો : ભારત સિવાય આ દેશોમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે દિવાળી !

Diwali Fashion - Hum Dekhenge News

કુર્તા પાયજામા સાથે લોંગ ઈન્ડો જેકેટ પણ ટ્રેન્ડમાં

દિવાળી પર પરંપરાગત વસ્ત્રો પહેરવામાં આવે છે. પરંતુ આ વર્ષે પુરુષો માટે કુર્તા અને પાયજામાની સાથે ફુલ સ્લીવ્સવાળા લોન્ગ ઈન્ડો જેકેટ્સ પણ બજારમાં આવ્યાં છે, જ્યારે ફોર્મલમાં જીન્સ સાથે ખાદીના કુર્તાની પણ ડિમાન્ડ આ વર્ષે વધી છે. બજારમાં મોટાભાગના વિકલ્પો મહિલાઓ અને યુવતીઓ માટે છે. જથ્થાબંધ વેપારીઓએ જણાવ્યું હતું કે, દિવાળી પર મહિલાઓ માટે સૂટમાં સિલ્ક આધારિત ફેબ્રિકમાં પેન્ટ-કુર્તીની માંગ છે, ત્યાં ડેનિમ કુર્તા પણ વધુ વેચાઈ રહ્યા છે.

Diwali Fashion - Hum Dekhenge News

આ વસ્તુઓ ગમી રહી છે છોકરીઓને 

દિવાળીને લઈને સૂટમાં આ વર્ષે વાઈન, સી ગ્રીન, પેસ્ટલ શેડની માંગ છે, પણ પલાઝો ટ્રેન્ડમાં નથી. માર્કેટમાં નાયરા સ્ટાઈલના કુર્તા અને ડ્રેસની પણ ઘણી વેરાયટી છે, જેને યુવતીઓ વધુ પસંદ કરી રહી છે. આ સિવાય વધુ ટ્રેન્ડિંગમાં  છે તેવાં ડિઝાઈનર ગાઉન, જેમાં વન શોલ્ડર, ચમકદાર, પ્રિટેન્ડ સ્કર્ટ સાથે રફલ શર્ટ, પેન્ટ-ક્રોપ સાથે લોંગ બ્લેઝરનો સમાવેશ થાય છે. આ સિવાય આ વર્ષે દિવાળી પર પેસ્ટલ શેડના પ્રિન્ટેડ શિફન ગાઉન પ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે, જેને મહિલાઓની સાથે સાથે યુવતીઓ પણ પસંદ કરી રહી છે.

Diwali Fashion - Hum Dekhenge News

સિલ્ક સાડીઓની ફેશન ફરી ટ્રેન્ડમાં

આ વર્ષે સિલ્ક સાડીઓની ફેશન પાછી આવી છે. સાડી-પ્રેમી મહિલાઓને દિવાળી પર સાદા ઓર્ગેન્ઝા પર સ્વરોવસ્કી વર્ક સાથે સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. આ વર્ષે સાદી સિલ્કની સાડીઓની માંગ પણ વઘુ છે. આ સાથે મહિલાઓ ભારે બોર્ડરવાળી સિલ્કની સાડીઓ પણ ખરીદી રહી છે. જેમાં ડાર્ક કલરની સાડીઓમાં પેસ્ટલ શેડ્સને પણ પસંદ કરવામાં આવી રહ્યા છે.

ઓનલાઈનથી ઓફલાઈન આવી રહ્યાં છે ગ્રાહકો 

કોરોના પીરિયડ પછી ગયા વર્ષે દિવાળી પર લોકોએ ઓનલાઈન ખરીદી વધુ કરી હતી. પરંતુ આ વર્ષે લોકો ઓફલાઈન ખરીદી કરી રહ્યાં છે. જેને લીધે દિવાળી સુધીમાં રૂ. 150 કરોડના રેડીમેડ કપડાનું વેચાણ થવાની અપેક્ષા છે.

Back to top button