મનોરંજન

વૈશાલી ઠક્કર આત્મહત્યા કેસમાં નવો ખુલાસો, નહાતી વખતે તેનો વીડિયો બનાવ્યો હતો

ટીવી શો ‘સસુરાલ સિમર કા’ ફેમ અભિનેત્રી વૈશાલી ઠક્કરના આત્મહત્યા કેસમાં હવે નવો ખુલાસો થયો છે. પોલીસ દ્વારા એક્ટ્રેસની આત્મહત્યા મામલે ઉંડી તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આ કેસમાં એક બાદ એક નવા ખુલાસા સામે આવી રહ્યા છે. હાલ પોલીસને કેકલીક એવી માહીતી મળી છે જેના કારણે આરોપી રાહુલ નવલાણીની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે.

વૈશાલી ઠક્કર આત્મહત્યા કેસમાં નવો ખુલાસો

ફેમસ ટી વી-શો ‘સસુરાલ સિમર કા‘ ફેમ અભિનેત્રી વૈશાલી ઠક્કરની આત્મહત્યાના સમાચારે બધાને હચમચાવી દીધા હતા. પોલીસ આ કેસની સતત તપાસ કરી રહી છે. ત્યારે આ કેસમાં રોજ નવા નવા ખુલાસા પણ થઈ રહ્યા છે. વૈશાલી ઠક્કરની સગાઈ થઈ ગઈ હતી, પરંતુ સગાઈના થોડા સમય બાદ તેણે આત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં પોલીસે કોર્ટમાં ચલણ રજૂ કર્યું છે. જેમાં કેટલાક નવા ખુલાસા ખુલાસા સામે આવતા રાહુલની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે.

પોલીસે કોર્ટમાં રજૂ કર્યું ચલણ

આ મામલે તપાસ કરી રહેલી પોલીસે 125 પાનાના ચલણ રજૂ કર્યું છે જેમાં જણાવ્યું છે કે આરોપી રાહુલ નવલાણીએ વૈશાલી ઠક્કર જ્યારે નહાતી હતી ત્યારે તેનો વીડિયો બનાવ્યો હતો. અને બાદમાં તેણે આ વીડિયો વૈશાલીના મંગેતરને મોકલ્યો હતો. જેના કારણે તેમના લગ્ન તૂટી ગયા હતા. જેબાદ વૈશાલી ઠક્કરે આત્મહત્યા કરી લીધી હતી.

વૈશાલી ઠક્કરના આત્મહત્યા કેસ-HUMDEKHENGENEWS

રાહુલે વૈશાલીનો વીડિયો બનાવ્યો હતો

જાણકારી મુજબ આ વીડિયો ઓગસ્ટ 2021માં ગોવામાં બનાવવામાં આવ્યો હતો. ત્યારે રાહુલ અને વૈશાલી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને ગોવામાં બંને વચ્ચે લગ્નની વાતો પણ થઈ હતી. આ દરમિયાન વૈશાલી રાહુલ સાથે ફરવા માટે ગોવા આવી હતી. અને વૈશાલી ત્રણ દિવસ રાહુલ સાથે હોટલમાં રોકાઈ હતી. તે જ સમયે રાહુલે વૈશાલીનો નહાતી વખતે વીડિયો બનાવ્યો હતો. જેનો વૈશાલીને બિલકુલ ખ્યાલ નહોતો. બાદમાં જ્યારે વૈશાલીની મિતેશ સાથે સગાઈ થઈ ત્યારે રાહુલે આ વીડિયો દ્વારા એક્ટ્રેસને ખૂબ બ્લેકમેલ કરતો હતો. જેના કારણે વૈશાલી ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી.આ વાતની પુષ્ટી કરવા માટે પોલીસે વૈશાલીના મંગેતર એન્જિનિયર મિતેશ ગૌર પાસેથી પણ જાણકારી માંગી છે.

રાહુલે વીડિયો બનાવ્યો હોવાની વાતનો કર્યો ઈન્કાર

પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી રાહુલે તેનો છૂપી રીતે રીતે બનાવેલો વીડિયો વૈશાલીના મંગેતરને ફેક ઈન્સ્ટાગ્રામ આઈડીથી મોકલ્યો હતો. તો બીજી તરફ રાહુલે આ વીડિયો તેને બનાવીને મોકલ્યો હોવાની વાત સ્વીકારવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. તેઓ કહે છે કે પોલીસે કાલ્પનિક વાર્તા બનાવી છે. હજુ સુધી તપાસ અહેવાલ રજૂ કરવામાં આવ્યો નથી.

રાહુલ હાલ જામીન પર બહાર

આ મામલે પોલીસ વૈશાલીના મંગેતર એન્જિનિયર મિતેશ ગૌર સાથે પણ વાત કરશે. તમને જણાવી દઈએ કે આરોપી રાહુલ નવલાણી હાલ જામીન પર જેલની બહાર છે. વૈશાલીનો પરિવાર તેના માટે ન્યાય માટે સતત વિનંતી કરી રહ્યો છે. તેણે રાહુલના જામીનનો પણ વિરોધ કર્યો હતો. પરંતુ હવે જે નવી માહિતી સામે આવી છે તેના કારણે રાહુલની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે.

આ પણ વાંચો : અમદાવાદ પોલીસનું નવુ હથિયાર, હવે સંવેદનશીલ વિસ્તારોમાં સર્વેલન્સ બનશે આસાન

Back to top button