‘પોલીસ પ્રજાનો મિત્ર’ હેઠળ સુરત પોલીસ કમિશ્નરનો નવતર પ્રયોગ, જાણો શું છે અનોખી શરૂઆત
હવે પોલીસ અને સામાન્ય જનતા વચ્ચે કોઈ પણ તકલીફ ન થાય તે માટે સુરત પોલીસ કમિશ્નર દ્વારા નવતર પ્રયોગની શરૂઆત કરવામાં આવી રહી છે. સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર દ્વારા જનતાની મદદ માટે શુક્રવારથી શહેરના તમામ 28 પોલીસ સ્ટેશનોમાં ફરિયાદી કે ભોગ બનનાર પોલીસની મદદ માંગવા પોલીસ સ્ટેશને આવે તો તેને પહેલા આવકારવા સાથે પીવા માટે પાણી આપી તેને બેસાડી શાંતિથી તેની વાત સાંભળવામાં આવશે.
સુરત પોલીસનો નવો જ અભિગમ
શહેરમાં પોલીસ અને પ્રજા વચ્ચે સતત વિશ્વાસનું વાતાવરણ રહે તે માટે સુરત પોલીસ કમિશનર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે વધુ એક નિર્ણય સુરત પોલીસ કમિશનર દ્વારા લેવામાં આવ્યો છે તે ખરેખર બિરદાવા લાયક છે. શુક્રવારથી શહેરના તમામ 28 પોલીસ સ્ટેશનોમાં ફરિયાદી કે ભોગ બનનાર પોલીસની મદદ માંગવા પોલીસ સ્ટેશને આવે તો તેને પહેલા આવકારવા સાથે પીવા માટે પાણી આપી તેને બેસાડી શાંતિથી તેની વાત સાંભળવામાં આવશે. આવા નવતર પ્રયોગથી પોલીસ અને પ્રજા વચ્ચેનું અંતર ઘટે અને એકબીજાની નજીક આવી સમાજ ઉપયોગી બની શકાય છે.
આ માટે પોલીસ પ્રજાનો મિત્ર છે, તેવા સૂત્રને સાર્થક કરવા માટે ના આ નવતર પ્રયોગથી પોલીસ અને પ્રજા વચ્ચે સુમેળ જળવાઇ રહે તેવા હેતુથી સુરત પોલીસે આજથી આ અમલીકરણ તમામ પોલીસ સ્ટેશનોમાં પીવા માટે પાણીની બોટલોની વ્યવસ્થા કરવામાં આવશે સાથે ફરિયાદી કે ભોગ બનનાર જયારે પોલીસની મદદ માટે પોલીસ સ્ટેશનમાં આવે ત્યારે પીએસઓ તેઓને આવકારવા આપી પાણી માટે પૂછવાનું રહેશે, પાણીની બોટલોના નાણા પોલીસ સ્ટેશનના રોંજીદા ખર્ચના ફંડમાંથી વાપરવામાં આવશે.
અજય કુમાર તોમર હંમેશા નવું કરતા રહ્યા
સુરત પોલીસ કમિશનર અજય કુમાર દ્વારા જ્યારથી સુરત શહેરમાં પોસ્ટિંગ થઈ છે ત્યારથી જ સતત લોકો અને પોલીસ વચ્ચે મિત્રતા રહે તે માટે પ્રયાસો કરતા આવ્યા છે. શહેર પોલીસ એક નવા અભિગમ સાથે કામ કરવા જઈ રહી છે ત્યારે તેને કેટલી સફળતા મળે છે તે આગામી સમયમાં જોવા મળશે. અત્યાર સુધીમાં પોલીસે આમ જનતાની મદદ કરવા માટે ઘણા નવતર પ્રયોગો કર્યા છે, જેમાં ખાસ કરીને વાહન-મોબાઇલ ચોરીમાં ઇ-FIR નોંધવાની શરૂ કરી છે.
આ પણ વાંચો : ‘સ્પોર્ટસ કાર્નિવલમાં’ જોવા મળ્યા પરંપરાગત સાંસ્કૃતિક નૃત્યો