મધ્ય ગુજરાત

અમદાવાદ પોલીસનો વ્યાજખોરો વિરુદ્ધ નવો પ્રયોગ

Text To Speech

ગુજરાત રાજ્યમાં વ્યાજખોરો વિરુદ્ધ એક મોટી મુહિમ ચાલી રહી છે ત્યારે પોલીસ પણ વ્યાજખોરોના ત્રાસથી પીડાતા લોકોની પડખે આવી છે. આ મુહિમ અંતર્ગત અમદાવાદ પોલીસ દ્વારા એક નવો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ અમદાવાદ પોલીસ દ્વારા વ્યાજખોરોની ફરિયાદ માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પેટી મૂકવામાં આવી છે જેથી હવવે કોઈ પણ નાગરિક પોતાની ઓળખ છુપાવી વ્યાજખોરો વિરુદ્ધ રજૂઆત કરી શકશે.

આ પણ વાંચો : ‘તેણે મને તિહાર જેલમાં કિસ કરી અને…’, ચાર્જશીટમાં થયા મહત્વના ઘટસ્ફોટ
વ્યાજખોર-humdekhengenewsઉલ્લેખનીય છે કે વ્યાજખોરોનો એટલો બધો ડર છે કે કેટલાક લોકો ફરિયાદ કરતાં પણ અચકાતા હોય છે માટે પોલીસ દ્વારા આ નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે જેથી વધુમાં વધુ લોકો વ્યાજખોરીના ચકરડામાંથી બહાર આવી શકે. જ્યારે સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરો વિરુદ્ધ રાજ્યવ્યાપી મુહિમ ચાલુ છે ત્યારે આ પ્રયોગથી કેટલાય લોકો પોતાની ઓડખ છુપાવીને ફરિયાદ કરી શકશે અને વ્યાજખોરીના ચંગુલમાંથી બહાર આવી શકશે.

સમગ્ર ગુજરતમાં આવો પ્રયોગ કરવામાં આવે તો ગુજરતના ગામડા સહિત અનેક વિતારોમાં લોકો પોતાની ઓડખ છુપાવી ફરિયાદ કરી શકે કારણ કે સૌથી વધુ ગામડાઓમાં વયાખોરોનો ત્રાસ છે ત્યારે આવો પ્રયોગ રૂરલ વિસ્તારમાં પણ કરવામાં આવે તો ગણા નાગરિકોને તેનો લાભ મળી શકે.

Back to top button