New EV Policy: કેન્દ્ર સરકારે નવી ઇલેક્ટ્રિક વાહન નીતિને આપી મંજૂરી
- ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં વાગશે ભારતનો ડંકો
- કંપનીઓ લઘુત્તમ 4,150 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
- ઈ-વાહનો પર 15%ની આયાત ડ્યુટી લાદવામાં આવશે
નવી દિલ્હી, 15 માર્ચ: ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં ભારત દેશને મજબૂત બનાવવા કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. દેશને ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન હબ તરીકે વિકસાવવા માટે કેન્દ્ર સરકારે નવી ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી (New EV Policy)ને મંજૂરી આપી છે. નવી નીતિ હેઠળ, હવે દેશમાં કંપનીઓ 4,150 કરોડ રૂપિયાના લઘુત્તમ રોકાણ સાથે ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપી શકે છે. આ માટે, તેમણે ઇલેક્ટ્રિક વાહનોમાં ઓછામાં ઓછા 25 ટકા સ્થાનિક રીતે ઉત્પાદિત ઘટકોનો ઉપયોગ કરવો પડશે.
Green Mobility!
A big push for ‘Make In India’ as the Govt. under PM @NarendraModi ji’s leadership gives the green light to the E-Vehicle policy.
Investments & production by global players of the EV sector in India will lead to:
✅ Job creation
✅ Lower production costs… pic.twitter.com/TrUXwt9CU0
— Piyush Goyal (मोदी का परिवार) (@PiyushGoyal) March 15, 2024
આ જરૂરિયાતોને પૂર્ણ કરતી કંપનીઓને 35,000 ડોલર અને તેથી વધુ કિંમતની કાર પર 15%થી ઓછી આયાત જકાત સાથે દર વર્ષે 8,000 જેટલા ઇલેક્ટ્રિક વાહનોની આયાત કરવાની મંજૂરી આપવામાં આવશે. ભારત આયાત થતી કાર પર તેમની કિંમતના આધારે 70% અથવા 100% ટેક્સ લાદે છે.
🔹Government approves E- Vehicle policy to promote India as a manufacturing destination for EVs
🔹Minimum Investment Rs 4,150 Cr required with no cap on maximum Investment
🔹3 years timeline for setting up manufacturing facilities in India, and start commercial production of…
— PIB India (@PIB_India) March 15, 2024
મેક ઇન ઇન્ડિયા પહેલને સમર્થન આપવાની અપેક્ષા
સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, આ પગલાથી નવીનતમ ટેકનોલોજી સુધી પહોંચવાની, EV ઇકોસિસ્ટમને વધારવાની અને મેક ઇન ઇન્ડિયા પહેલને સમર્થન આપવાની અપેક્ષા છે. આયાત કરી શકાય તેવા ઇલેક્ટ્રિક વાહનો પરની ડ્યુટી મુક્તિ વાર્ષિક PLI પ્રોત્સાહન (રૂ. 6,484 કરોડ) અથવા મેન્યુફેક્ચરિંગ કંપની દ્વારા કરવામાં આવેલા રોકાણમાંથી જે ઓછું હશે, ત્યાં સુધી મર્યાદિત છે.
આ પણ જુઓ: સરકાર દ્વારા 18 માર્ચથી તુવેર, ચણા અને રાયડાની ખરીદી કરાશે, જાણો ટેકાનો ભાવ