એજ્યુકેશનગુજરાતટોપ ન્યૂઝ

નવી શિક્ષણ નીતિ : શિક્ષક બનવા માટે લેવાતી TATની પરીક્ષાના માળખામાં બદલાવ, જાણો શું ફેરફાર થયો

Text To Speech
  • TATની બે પરીક્ષા લેવામાં આવશે
  • હવેથી પહેલી પરીક્ષા ક્લિયર કરનારને જ બીજી પરીક્ષામાં પ્રવેશ મળશે
  • શિક્ષકોની ગુણવત્તામાં વધારો કરવા માટે પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કર્યો

ગુજરાતમાં શિક્ષકોની ભરતી માટે લેવાતી વિવિધ પરીક્ષા પૈકી TATની પરીક્ષાના માળખામાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર નવી શિક્ષણ નીતિ પ્રમાણે કરવામાં આવ્યો છે. હવે TATની બે પરીક્ષા લેવામાં આવશે. હવેથી પહેલી પરીક્ષા ક્લિયર કરનારને જ બીજી પરીક્ષામાં પ્રવેશ મળશે. સરકારે શિક્ષકોની ગુણવત્તામાં વધારો કરવા માટે પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કર્યો છે.

શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો

આ માટે શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે. નવી શિક્ષણ નીતિ મુજબ બે પરીક્ષાઓ લેવાશે
રાજ્યના શિક્ષણ વિભાગના પરિપત્ર પ્રમાણે સરકારે નવી શિક્ષણ નીતિ અંતર્ગત શિક્ષકોની ભરતી માટે લેવાતી TATની પરીક્ષાના માળખામાં મહત્વનો ફેરફાર કર્યો છે. શિક્ષકોની ગુણવત્તા વધારવા માટે હવે TATની પરીક્ષા બે વખત લેવામાં આવશે. પહેલાં પ્રિલિમનરી પરીક્ષા અને બાદમાં મુખ્ય પરીક્ષા લેવાશે. આ માટે શિક્ષણ વિભાગે ઠરાવ પસાર પણ કરી દીધો છે.

નવી શિક્ષણ નીતિ મુજબ ઠરાવ કરવામાં આવ્યો

આ બે પરીક્ષાઓમાં શિક્ષક અભિરૂચી કસોટી માધ્યમિક અને શિક્ષક અભિરૂચી કસોટી ઉચ્ચતર માધ્યમિક એવી રીતે બે પરીક્ષાઓ યોજાશે. આ પરીક્ષા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષકોની ભરતી માટે લેવાય છે. સરકારની યાદી મુજબ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષાનુ આયોજન કરવામાં આવશે. આ પરીક્ષા બે તબક્કામાં, પ્રથમ પ્રીલિમનરી પરીક્ષા બાદમા મુખ્ય પરીક્ષા લેવાશે. આ અંગે શિક્ષણ વિભાગે નવી શિક્ષણ નિતિ મુજબ ઠરાવ કર્યો છે.

Back to top button