અમદાવાદએજ્યુકેશનગુજરાતટ્રેન્ડિંગમીડિયાવિશેષસંવાદનો હેલ્લારો

નવા નાટ્યકારો અભિનય સાથે ભાષાને પણ પ્રાધાન્ય આપેઃ રાજુ બારોટ

Text To Speech
  • આફ્રિકન વિદ્યાર્થીઓએ ભાષાના સીમાડા વળોટીને અભિનય કર્યો

અમદાવાદ, 3 સપ્ટેમ્બર, 2024: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન જર્નલિઝમ (એનઆઇએમસીજે)ના વિદ્યાર્થીઓ દ્વારા 3 સપ્ટેમ્બરને મંગળવારે મહાકાવ્ય મહાભારત પર આધારિત, ધર્મવીર ભારતીનાં નાટક “અંધાયુગ” ના અંશોનું મંચન કરવામાં આવ્યું હતું. આ નાટ્ય મંચનની વિશેષતા એ હતી કે આફ્રિકન દેશોમાંથી અહીં ભણવા આવેલા વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક તેમાં ભાગ લઈને કલાને ભાષાના સીમાડા નથી નડતા એ સાબિત કર્યું હતું. દસ દિવસની વર્કશોપ બાદ આજે મુખ્ય મહેમાન, પ્રખ્યાત નાટ્યકાર શ્રી રાજુ બારોટની ઉપસ્થિતિમાં આ નાટક ભજવવામાં આવ્યું હતું, જેને હર્ષદિપસિંહ જાડેજા દ્વારા નિર્દેશન કરવામાં આવ્યું હતું.

drama workshop - nimcj - HDNews
વિધાર્થીઓએ ખૂબ રસ દાખવી આ દસ દિવસની વર્કશોપમાં ભાગ લીધો તથા આ ઐતિહાસિક નાટક ભજવ્યું હતું. કાર્યક્રમનાં અંતે શ્રી રાજુ બારોટે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે પહેલી વખત પણ ખૂબ સુંદર પ્રયાસ કર્યો છે. પોતાના નાટ્યકાર તરીકેના અનુભવોને વહેંચતા તેમણે નાટક ભજવતી વખતે શું શું ધ્યાનમાં રાખવું તથા પોતાના પાત્રને ભજવતી વખતે શું ધ્યાન રાખવા કહ્યું હતું.નાટકમાં અભિનયની સાથે ભાષાને પણ મહત્વ આપવા પર તેમણે ભાર મૂક્યો હતો

drama workshop - nimcj - HDNews
આ મંચનને નિહાળવા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપરાંત સંસ્થાના પ્રાધ્યાપકો કૌશલ ઉપાધ્યાય, નીલેશ શર્મા, ગરીમા ગુનાવત, નાયબ નિયામક ઇલાબેન ગોહિલ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પણ વાંચોઃ ગણેશ ચતુર્થીએ ચંદ્ર દર્શનની હોય છે મનાઈ, શું છે માન્યતા? જાણો વર્જિત સમય

Back to top button