નેશનલ
નવી દિલ્હી : એટર્ની જનરલને હટાવાતા સુપ્રીમ કોર્ટે લગાવી મહારાષ્ટ્ર વક્ફ બોર્ડને ફટકાર
મહારાષ્ટ્ર વકફ બોર્ડ માટે મંગળવારનો દિવસ ખુબ ખરાબ રહ્યો હતો. સુપ્રીમ કોર્ટે આજે એટર્ની જનરલ કેકે વેણુગોપાલને તેના વકીલ તરીકે હટાવવા બદલ મહારાષ્ટ્ર વક્ફ બોર્ડની આકરી ઝાટકણી કાઢી હતી. મુસ્લિમો દ્વારા જમીન દાન અને વકફ કાયદા હેઠળ તેની સ્થિતિ અંગેના કાયદાકીય પ્રશ્નો સંબંધિત અરજીઓની બેચની સુનાવણી પહેલાં સર્વોચ્ચ અદાલત દ્વારા અવલોકનો કરવામાં આવ્યા હતા. કોર્ટે વક્ફ બોર્ડને કહ્યું કે એટર્ની જનરલ (AG) સાથે આવો વ્યવહાર યોગ્ય નથી. એટર્ની જનરલે જણાવ્યું હતું કે છેલ્લી ઘડીએ એજીને હટાવવા એ ન્યાયના યોગ્ય વહીવટમાં દખલ કરવાનો અયોગ્ય પ્રયાસ છે અને તે સ્પષ્ટપણે કોર્ટનો તિરસ્કાર છે.
ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના સવાલ સામે વકફ બોર્ડના વકીલે માંગી માફી
CJI રમણાએ એટર્ની જનરલને કહ્યું હતું કે, “તમારો પત્ર જોઈને હું ખૂબ જ પરેશાન છું. જ્યારે કે વકફ બોર્ડને ફિટકાર લગાવતા કહ્યું હતું કે, તમે શું વિચારી રહ્યા છો? વેણુગોપાલના પત્રની નોંધ લીધા બાદ ચીફ જસ્ટિસ એનવી રમણાએ પૂછ્યું કે શું તમે ભારતના એટર્ની જનરલ સાથે આવો વ્યવહાર કરો છો? આના પર વક્ફ બોર્ડના વકીલે જવાબ આપ્યો, “હું દિલથી માફી માંગુ છું. સુનાવણીની શરૂઆતમાં જસ્ટિસ કૃષ્ણ મુરારી અને હિમા કોહલીની બેંચને વેણુગોપાલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમને આ કેસમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે અને આ અંગેનો પત્ર જારી કરવામાં આવ્યો છે.
એટર્ની જનરલે સુપ્રીમમાં કરી હતી અરજી, અદાલતના તિરસ્કારનો લગાવ્યો આરોપ
CJIએ કહ્યું, જ્યારે તેઓ બીમાર હોવા છતાં દલીલ કરવા સંમત થયા અને તમે તેમનું સ્થાન લીધું. આ શું છે? એજીને હટાવવાની આ રીત નથી. હું સુનાવણીની તારીખ લંબાવીશ નહીં. નિર્ધારિત દિવસે તેની યાદી બનાવો. કોવિડથી પીડિત હોવા છતાં કેસની તૈયારી કરી રહેલા એજીએ સોમવારે સર્વોચ્ચ અદાલતના રજિસ્ટ્રાર જ્યુડિશિયલ પર તેમને કેસમાં વકીલ તરીકે હટાવવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે ન્યાયના વહીવટમાં દખલ કરવાનો અયોગ્ય પ્રયાસ હતો અને આ અદાલત તિરસ્કાર સમાન છે. જેના પર નિશાન સાધવામાં આવ્યું છે તે ભારતના એટર્ની જનરલ છે.