ફરી એક વાર રેલવેની નિષ્ફળતા અને સરકારની અસંવેદનશીલતા ઉજાગર થઈ: રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર

નવી દિલ્હી, 16 ફેબ્રુઆરી 2025: નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી ધક્કામુક્કી અને ભાગદોડની ઘટના પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, ભાગદોડ મચી જવાથી કેટલાય લોકોના મૃત્યુ થયા છે ઉપરાંત કેટલાય લોકો ઘાયલ થવાના સમાચાર અત્યંત દુખદ અને વ્યથિત કરનારા છે. આ ઘટનાએ ફરી એક વાર રેલવેની નિષ્ફળતા અને સરકારની અસંવેદનશીલતાને ઉજાગર કરે છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે શોકાકુલ પરિવારો પ્રત્યે ઊંડી સંવેદનાઓ વ્યક્ત કરુ છું અને ઘાયલોને શીધ્ર સ્વસ્થ થવાની આશા કરુ છું. આ ઘટનાએ ફરી એક વાર રેલવેની નિષ્ફળતા અને સરકારની અસંવેદનશીલતાને ઉજાગર કરે છે. પ્રયાગરાજ જઈ રહેલા શ્રદ્ધાળુઓની મોટી સંખ્યા જોતા રેલવે સ્ટેશન પર સારી વ્યવસ્થા કરવી જોઈતી હતી. સરકાર અને પ્રશાસનને ખાતરી કરવી જોઈએ કે લાપરવાહીના કારણે કોઈને જીવ ખોવાનો વારો ન આવે.
नई दिल्ली रेलवे स्टेशन पर भगदड़ मचने से कई लोगों की मृत्यु और कईयों के घायल होने की ख़बर अत्यंत दुखद और व्यथित करने वाली है।
शोकाकुल परिवारों के प्रति अपनी गहरी संवेदनाएं व्यक्त करता हूं और घायलों के शीघ्र स्वस्थ होने की आशा करता हूं।
यह घटना एक बार फिर रेलवे की नाकामी और सरकार…
— Rahul Gandhi (@RahulGandhi) February 16, 2025
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર બનેલી ઘટનામાં પોતાની માતા ગુમાવનાર એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે ભાગદોડ પ્લેટફોર્મ પર નહીં પણ પ્લેટફોર્મ તરફ જતી સીડીઓ પર શરૂ થઈ હતી. પ્રત્યક્ષદર્શીએ કહ્યું, ‘હું મારા પરિવાર સાથે છપરા જઈ રહ્યો હતો. અમે સીડીઓ પરથી નીચે ઉતરી રહ્યા હતા અને અમારી સામેનું પ્લેટફોર્મ સામાન્ય દેખાતું હતું. કોઈ પણ પ્રકારની અવ્યવસ્થાના કોઈ ચિહ્નો નહોતા. અચાનક સીડીઓ પર ભીડ ભેગી થઈ ગઈ અને મોટી સંખ્યામાં લોકો નીચે આવવા લાગ્યા. મારી માતા અને ઘણી સ્ત્રીઓ નીચે પડી ગયા, જ્યારે અન્ય લોકો પસાર થતી વખતે તેમને કચડી નાખ્યા.’ અન્ય પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે ઘણા મુસાફરો પ્રયાગરાજ મહાકુંભ જતી ટ્રેનોમાં ચઢવા માટે ટિકિટ વિના પ્લેટફોર્મ પર પહોંચી ગયા હતા.
અહીં ઉલ્લેખનિય છે કે નવી દિલ્હી સ્ટેશને ભીડ અને ધક્કામુક્કી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 18 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા હોવાનું અને બીજા અસંખ્ય ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે. આ ઘટના ગઈ મોડી રાત્રે અર્થાત 15 ફેબ્રુઆરીને શનિવારે રાત્રે થઈ હતી.
શનિવારે રાત્રે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં 18 લોકોના મૃત્યુ થયા હતા. આ કિસ્સામાં, મોડી રાત સુધી, રેલવે દ્વારા સત્તાવાર રીતે કહેવામાં આવ્યું ન હતું કે આ અકસ્માત માટે કોણ જવાબદાર છે. હાલમાં, આ મામલાની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય તપાસ ટીમની રચના કરવામાં આવી છે.
આ પણ વાંચો: નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડ પાછળનું અસલી કારણ, આ કારણોસર અફરાતફરી મચી ગઈ