ચૂંટણી 2022ટોપ ન્યૂઝનેશનલ
નવી દિલ્હી : MCDમાં મળેલી હાર બાદ BJP અધ્યક્ષ આદેશ ગુપ્તાનું રાજીનામું


MCD ચૂંટણીમાં હાર બાદ દિલ્હી બીજેપી અધ્યક્ષ આદેશ ગુપ્તાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓએ દિલ્હી ભાજપ અધ્યક્ષ આદેશ ગુપ્તાનું રાજીનામું સ્વીકારી લીધું છે. હાલમાં દિલ્હી બીજેપીના ઉપાધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાને આગળની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ત્રણ ટર્મથી BJP પાસે રહેલી MCD આપએ છીનવી
ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપર ત્રણ ટર્મથી શાસન કરતું આવ્યું છે. આ વખતે સતત ચોથી વખત MCD કબ્જે કરવા એડીચોટીનું જોર લગાવ્યું હતું પણ આમ આદમી પાર્ટી સામે ભાજપ ઘૂંટણીયે પડી ગયું હતું અને મોટો રકાસ થયો હતો.