

અમદાવાદ, 31 ઓગસ્ટ 2024, ગુજરાતમાં છેલ્લા ચારેક દિવસથી વરસી રહેલા વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે 28મી ઓગસ્ટથી શરૂ થતી DYSOની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. હવે આ પરીક્ષાની નવી તારીખ GPSC દ્વારા જાહેર કરવામાં આવી છે.
આ તારીખથી લેવાશે પરીક્ષા
વરસાદના કારણે મોકૂફ રાખેલી DYSOની પરીક્ષા હવે 8થી 11 સપ્ટેમ્બર વચ્ચે યોજાશે. GPSC દ્વારા આ અંગે સોશિયલ મીડિયા પર પણ જાણકારી આપવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે નાયબ સેક્શન અધિકારી/નાયબ મામલતદાર, વર્ગ-3ની મુખ્ય લેખિત પરીક્ષા હવે 8, 9, 10 અને 11 સપ્ટેમ્બરના લેવાશે.
આ પણ વાંચોઃગુજરાતના ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોનું સરકારે સ્ટાઈપેન્ડ વધાર્યું, જાણો કોને કેટલું મળશે