દિલ્હીના સુલ્તાનપુરીમાં થયેલા માર્ગ અકસ્માતમાં એક નવો ખુલાસો થયો છે. જેમાં અંજલિના નવા સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે. અંજલી રાત્રે 1.45 વાગ્યે હોટલમાંથી ન્યૂ યર પાર્ટી કરી બહાર નીકળતી જોવા મળે છે. આટલું જ નહીં અંજલિ સાથે તેની મિત્ર પણ જોવા મળે છે.
દિલ્હીના સુલ્તાનપુરીમાં થયેલા માર્ગ અકસ્માતમાં એક નવો ખુલાસો થયો છે. જેમા અંજલિના નવા સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે. જેમાં અંજલી ન્યૂ યર પાર્ટી પછી રાત્રે 1.45 વાગ્યે હોટલમાંથી બહાર નીકળતી જોવા મળે છે. આટલું જ નહીં અંજલિ સાથે તેની મિત્ર પણ જોવા મળે છે. નિધિ સ્કૂટી ચલાવી રહી છે જ્યારે અંજલિ પાછળ બેઠી જોવા મળે છે. થોડા સમય પછી, અંજલિ કહે છે કે તે સ્કૂટી ચલાવશે. આ પછી તે આગળ સ્કૂટી ચલાવવા લાગે છે અને તેની મિત્ર પાછળ બેઠેલી જોવા મળે છે.
આ પણ વાંચો : દિલ્હીમાં અકસ્માતને નજરે જોનારે કર્યા ચોંકાવનારા ખુલાસા, કહ્યું છોકરીનું માથું…
તેના થોડા સમય બાદ તેની સ્કૂટી આરોપીની કાર સાથે અથડાય છે. અકસ્માત દરમિયાન અન્ય યુવતીને સામાન્ય ઈજાઓ થતાં તે પોતાના ઘરે જતી રહી હતી. પરંતુ અંજલિનો પગ કારની એક્સેલમાં ફસાઈ ગયો, ત્યારબાદ કારમાં બેઠેલા આરોપીઓ અંજલિને 13 કિમી સુધી ઘસડી ગયા.
#WATCH | Kanjhawala death case: CCTV footage of that night shows the presence of another girl with the girl who died after being dragged for a few kilometres by a car that hit her in Sultanpuri area.
(CCTV visuals confirmed by police) pic.twitter.com/nd1NUBQVze
— ANI (@ANI) January 3, 2023
પોલીસે યુવતીનું નિવેદન નોંધ્યું
કહેવામાં આવી રહ્યું છે કે અંજલિ સાથે અકસ્માત સમયે હાજર યુવતીની ઓળખ કર્યા બાદ પોલીસે તેનું નિવેદન નોંધ્યું છે. હવે પોલીસ કોર્ટમાં યુવતીનું નિવેદન મેળવશે.
આ પણ વાંચો : દિલ્હીનો કાંઝાવાલા યુવતી મોત કેસઃ અમિત શાહે માંગ્યો રિપોર્ટ
પીડિતાની લાશ કાંઝાવાલામાં મળી આવી હતી
નવા વર્ષ પહેલા દિલ્હીના કાંઝાવાલામાં એક યુવતીની નગ્ન લાશ મળી આવી હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો શરીરના ઘણા ભાગો કપાયેલા હતા. પોલીસે તપાસ કરી તો પોલીસને ઘટનાસ્થળેથી થોડે દૂર એક સ્કૂટી પણ પડેલી જોવા મળી હતી, જે અકસ્માતગ્રસ્ત હતી. સ્કૂટીના નંબરના આધારે યુવતીની ઓળખ ટ્રેસ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે તપાસ બાદ કાર કબજે કરી હતી અને 1 જાન્યુઆરીની મોડી સાંજ સુધી તમામ 5 આરોપીઓની ધરપકડ કરી હતી.
પોલીસનો દાવો છે કે કારમાં સવાર 5 યુવકોએ એક યુવતીને ટક્કર મારી, પછી તેને રસ્તા પર 4 કિમી સુધી ખેંચી લીધી, જેના કારણે તેનું મોત થયું. જોકે, બાદમાં પોલીસે જણાવ્યું કે આરોપી પીડિતાને કારમાં 13 કિમી સુધી ખેંચી ગયો હતો. પોલીસે જણાવ્યું કે પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલ્યું કે તેઓ નશામાં હતા, આવી સ્થિતિમાં તેમને ખબર ન હતી કે અકસ્માત બાદ અંજલિ તેમની કારમાં ફસાઈ ગઈ હતી. આટલું જ નહીં, આરોપીઓએ જણાવ્યું કે જ્યારે તેમને ખબર પડી કે છોકરીનો મૃતદેહ કારમાં ફસાઈ ગયો છે તો તેઓ તેને છોડીને ભાગી ગયા. પોલીસની આ થિયરી પર સવાલો ઉઠી રહ્યા છે. મૃતક યુવતીના પરિવારજનોએ પણ પોલીસની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા છે. તેણે આ ઘટનાની તુલના દિલ્હીના નિર્ભયા કેસ સાથે કરી છે.
આ પણ વાંચો : દિલ્હી ગર્લ ડ્રેગ કેસઃ કારમાં યુવતિ ફસાયેલી હોવા છતા યુ ટર્ન લઈને કાર દોડાવી, ભયાનક અકસ્માતનો નવો વીડિયો
અંજલિ ઘરમાં એકમાત્ર કમાનાર હતી
મૃતકની માતાએ જણાવ્યું કે મારી બંને કિડની ખરાબ છે. ઘરનું ગુજરાન ચલાવનાર એકમાત્ર દીકરી હતી. ઘરમાં કમાનાર બીજું કોઈ નથી. હું અહીં ઘરે રહું છું. સાસરીમાં તૂટેલું ઘર છે. રાત્રે 10 વાગ્યા બાદ પુત્રીનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. તેણે પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું- જો કંઈ ખોટું ન થયું હોત તો દીકરી આવી હાલતમાં ન મળી હોત. રસ્તા પર ઘસડાવાને કારણે કપડાની છાલ ઉતરી ગઈ હતી, પરંતુ પુત્રી સંપૂર્ણપણે નગ્ન મળી આવી છે. તેના શરીર પર કપડું નહોતું. દીકરી પર બળાત્કાર ગુજાર્યો, પછી હત્યા કરી રસ્તા પર ફેંકી દીધી. જેથી તે અકસ્માત જેવું લાગે.