સાયન્સ સિટીમાં ઉમેરાશે નવાં આકર્ષણો, રાજ્ય સરકારે સમીક્ષા કરી

- સાયન્સ સિટીમાં આગામી સમયમાં ઉમેરાશે નવાં આકર્ષણો
- મુખ્યમંત્રીએ સાયન્સ સિટીની મુલાકાત લઈ સમીક્ષા બેઠક યોજી
- સાયન્સ સિટીની મુલાકાત અનેરો અવસર અને કાયમી યાદગીરી બને તેવી આનુષાંગિક વ્યવસ્થાઓ વિકસાવવા માર્ગદર્શન આપ્યું
અમદાવાદ, : વડાપ્રધાન દ્વારા વિજ્ઞાન સાથે લોકસમૂહને જોડવા અને બાળકો-યુવાઓ સૌ કોઈને મનોરંજન સાથે જ્ઞાન તથા નવા વૈજ્ઞાનિક શોધ-સંશોધનની જાણકારી એક જ સ્થળેથી મળી રહે તે માટે ૧૦૭ હેક્ટર વિસ્તારમાં આ વર્લ્ડક્લાસ સાયન્સ સિટીનું નિર્માણ ૨૦૦૧માં કરાવેલું છે. નવા ઇનોવેટિવ આકર્ષણો દ્વારા સાયન્સ સિટીમાં વિવિધ ગેલેરીઝ અને પાર્ક ઉભા કરીને લોકોમાં વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે આકર્ષણ અને જિજ્ઞાસા જાગે તે માટે થઈને મુખ્યમંત્રી દ્વારા સાયન્સ સિટીમાં પ્રવર્તમાન ગેલેરીઝ અને વિવિધ પ્રોજેક્ટસની વિશેષતાઓ તથા તેને વધુ સુવિધા સભર બનાવવા અંગે સમીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાયન્સ સિટીમાં હાલ મ્યુઝિકલ ફાઉન્ટેન, રોબોટિક્સ ગેલેરી, એક્વાટીક ગેલેરી, પ્લેનેટ અર્થ અને લાઈફ સાયન્સ પાર્ક જેવા આકર્ષણો મુલાકાતીઓને રોમાંચકારી અનુભવ કરાવે છે.સાથે જ દર વર્ષે એક-એક નવીન ગેલેરી સાયન્સ સિટીમાં નિર્માણ કરવામાં આવે છે.
સાયન્સ સિટીમાં બીજા ફેઇઝમાં વડાપ્રધાન દ્વારા ૨૦૨૧માં ઉદઘાટન કર્યા બાદ હવે આગામી સમયમાં જે વધુ નવીનતા સભર આકર્ષણો ઊભા કરવાનું જે આયોજન છે તેની વિસ્તૃત માહિતી પણ મુખ્યમંત્રી દ્વારા મેળવવામાં આવી હતી, જેમાં સાયન્સ સિટીમાં હાલના મ્યુઝિકલ ફાઉન્ટેનના અપગ્રેડેશન અને વધુ આકર્ષક બનાવવા સાથે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીનું નિર્માણકાર્ય અગ્રિમ તબક્કામાં છે. તેમજ હ્યુમન એન્ડ બાયોલોજીકલ સાયન્સ ગેલેરી, એવીએશન એન્ડ ડિફેન્સ ગેલેરીનું નિર્માણ અંદાજે રૂ. ૭૫૦ કરોડના ખર્ચે હાથ ધરવાનું પ્રાથમિક આયોજન પણ કરવામાં આવશે. આ ઉપરાંત સાયન્સ ટાવર અને બાયોડાઇવર્સિટી પાર્ક પણ ઊભા કરવામાં આવશે.
આ સમીક્ષા બેઠકમાં પ્રેઝન્ટેશન દરમિયાન જણાવવામાં આવ્યું કે, સાયન્સ સિટીની મુલાકાતે આવનારા લોકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે. ૨૦૧૨ થી ૨૦૨૩ ના દશકમાં અંદાજે ૭૭ લાખ લોકો તેમજ ૨૦૨૨ના એક જ વર્ષમાં ૧૨.૩૯ લાખ લોકોએ સાયન્સ સિટીની મુલાકાત લીધી છે.જેમાં અંદાજે ૪ લાખ જેટલા વિદ્યાર્થીઓએ હતા.સાથે જ સાયન્સ સિટીની મુલાકાતે આવનારા લોકો પોતે જોયેલી ગેલેરીઝ અને અન્ય આકર્ષણો અનુરૂપ પોતાના પ્રયોગાત્મક વિચારો, કાર્યો અભિવ્યક્ત કરી શકે તે માટે ઓપન-એર સાયન્સ એન્ડ ટેકનોલોજી એક્સપ્લોરેટોરીયમ પણ બનાવવાનું આયોજન
આ ઉપરાંત,સાયન્સ સિટી જોવા આવનારા મુલાકાતીઓ, વિદ્યાર્થીઓ, વિજ્ઞાન પ્રેમી યુવાઓ પોતાના અનુભવો અને સાયન્સ સિટીની વ્યવસ્થા અંગેના ફીડબેક માટે અદ્યતન કિયોસ્ક, ટચસ્ક્રિન ટેકનોલોજી વગેરેને કાર્યરત કરવાનું સૂચન મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. અને સ્વચ્છતાનું પણ સતત ધ્યાન રાખવામાં આવે તેમ જણાવ્યું હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બધા જ વિષયો અંગે સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરીને સમયબદ્ધ આયોજન સાથે નવી ગેલેરીઝ અને પાર્કના નિર્માણ માટે માર્ગદર્શન આપ્યું હતું.
સાયન્સ સિટીમાં આ પ્રોજેક્ટ્સ ઊભા કરાશે
• હ્યુમન એન્ડ બાયોલોજીકલ સાયન્સ ગેલેરી
• એવીએશન એન્ડ ડિફેન્સ ગેલેરી
• બાયોડાઇવર્સિટી પાર્ક
આ સમીક્ષામાં અધિક મુખ્યસચિવ પંકજ જોષી, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્રસચિવ ધનંજય દ્વિવેદી તથા સાયન્સ સિટીના જનરલ મેનેજર વદર વગેરે આ સમીક્ષા બેઠકમાં જોડાયા હતા.
આ પણ વાંચો : ભારતમાં વર્ષ 2022માં માર્ગ અકસ્માતને કારણે 1.68 લાખથી વધુનાં મૃત્યુ