ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

અમદાવાદ શહેરમાં નવી 11 ટીપી સ્કીમને મળી મંજૂરી, મ્યુનિસિપલને 405 પ્લોટ મળશે

Text To Speech

અમદાવાદ શહેરનો વિકાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરમાં નવા બાંધકામ થાય તે માટે ટીપીની મંજૂરી લેવી ખૂબ જ જરૂરી હોય છે. ત્યારે AMC દ્વારા વધુ TPને મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા મંજૂરી મળતા જ આ ટીપી ઉપર આગળની કામગીરી શરૂ કરવામાં આવશે.

અમદાવાદમાં નવી 11 ટીપી સ્કીમને મંજૂરી

AMC દ્વારા અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં TPની મંજૂરી આપવામાં આવી છે શહેરમાં 11 નવી TPને મંજૂર કરવામાં આવી છે. જેમાં સાબરમતી, ચાંદલોડિયા, સરખેજ, કઠવાડા અને નરોડાનો સમાવેશ થયો છે. આ ઉપરાંત ગેરતપુર, વટવા, શાહવાડી, બાકરોલ-બાદરાબાદમાં પણ નવી TPને મંજૂરી અપાઈ છે. આ TPની મંજૂરી મળતા જ અમદાવાદ શહેરમાં વધુ 400 જેટલા પ્લોટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રાપ્ત થશે. જે પ્લોટ રેસીડેન્સી માટે ખુબ ઉપયોગી બનશે. રાજ્ય સરકાર દ્વારા મંજૂરી મળતા જ આ ટીપી ઉપર આગળની કામગીરી શરૂ કરવામાં આવશે.

AMCને મળશે 405 પ્લોટ 

ગુજરાત સરકાર દ્વારા ગેરકાયદે બાંધકામોને રેગ્યુલરાઈઝ કરવા માટે ઈમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં   મુકાયો છે. અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં ઈમ્પેક્ટ ફીનો અમલ ઝડપી બનાવવા અને ગેરકાયદે બાંધકામો નિયમિત કરાવવા માટે આવેલી અરજીઓનો ઝડપથી નિકાલ કરવા સૂચના આપવામાં આવી છે. ત્યારે  AMCની ટાઉન પ્લાનિંગ કમિટી દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં 11 જેટલી TP સ્કીમો મંજૂર કરીને રાજ્ય સરકારમાં મોકલી આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આ TP સ્કીમોને મંજૂરી આપાતા  વિવિધ હેતુઓ માટે AMCને 405 પ્લોટ પ્રાપ્ત થશે.

 શહેરના આ વિસ્તારોને થશે ફાયદો

ટાઉન પ્લાનિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં મુકાયો છે. ઈમ્પેક્ટ ફી હેઠળ થયેલી અરજીઓનો ઝડપી નિકાલ થઈ શકે તે માટે કોન્ટ્રાક્ટથી પણ સ્ટાફની ભરતી કરવા સૂચના અપાઈ છે.શહેરના નરોડા, સિંગરવા, કઠવાડા, સરખેજ, ફ્તેવાડી, ગેરતપુર, વટવા, સૈજપુર-ગોપાલપુર- શાહવાડી, સાબરમતી, ચાંદલોડિયા અને બાકરોલ-બાદરાબાદ સહિતના વિસ્તારોમાં કુલ 11 ટીપી મંજૂર કરીને પરામર્શ માટે રાજ્ય સરકારને સુપરત કરાઈ છે. રાજ્ય સરકાર મંજૂરી આપતાં AMCને 405 પ્લોટ મળશે. કોમર્શિયલ, નોલેજ, રેસીડેન્સીયલ, ઇન્ડસ્ટ્રીયલ, રોડ એલાઈમેન્ટ અને એગ્રિકલ્ચર ઝોનમાં આવતી ટીપીઓને મંજૂરી આપવામાં આવી છે.

અર્બન હેલ્થ સેન્ટર, ગાર્ડન, સ્કૂલ અને એફોર્ડેબલ આવાસ સહિતની સુવિધા મળશે

ટીપી ફઇનલ થતાં ગાર્ડન, અર્બન ફેરેસ્ટ, ઓપન સ્પેસ પ્લેગ્રાઉન્ડ, સ્કૂલ, અર્બન હેલ્થ સેન્ટર, ઔદ્યોગિક, સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગના લોકો વગેરે હેતુ માટે પ્લોટો મળશે. સૈજપુર-ગોપાલપુર -શાહવાડીમાં સૌથી વધુ કુલ 90 જેટલા પ્લોટ મળશે. ટીપી -131 કઠવાડા-સિંગરવા ભુવાલડી ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં કુલ 45 જેટલા પ્લોટ મળશે. જેમાં ઔદ્યોગિક વેચાણ માટે બે પ્લોટ મળશે.ગાર્ડન અર્બન ફેરેસ્ટ પ્લે ગ્રાઉન્ડ માટે પણ તેમાં 14 જેટલા પ્લોટ મળશે. ટીપી- 125 સૈજપુર ગોપાલપુર શાહવાડી પણ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવેલી છે.

 તારીખ 14 ઓગસ્ટ 2023 સુધીમાં મળીને કુલ 43 હજારથી પણ વધુ અરજીઓ આવી

અમદાવાદના વિકાસમાં આ TP ખૂબ જ મહત્વનો ભાગ ભજવી શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવી છે. આજની ટાઉન પ્લાનિંગ કમિટીની અંદર આ તમામ અરજીઓનું જલ્દી નિરાકરણ થાય અને ઇમ્પેક્ટ ફીમાં જે મુશ્કેલીઓ પડી રહી છે તે દૂર થાય તે અંગેની સૂચનાઓ પણ જે તે અધિકારીઓને આપી દેવામા આવી છે. AMCના કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ બુકિંગમાં ડ્રો કરાયા પછી જે વ્યક્તિના નામે બુકિંગ થયું હોય તેનું નામ સોફ્ટવેરમાં ડિસપ્લે પર જોવા મળશે.

આ પણ વાંચો : સુરતમાં સીટી બસના ભાડામાં વધારો જાહેર કરાયો, જાણો કેટલો વધારો થયો

Back to top button