લાઈફસ્ટાઈલ
જીવનમાં આવા મીત્રો ક્યારેય ના બનાવતા, જીવન બની જશે નર્ક
આપણા બધાના જીવનમાં મીત્રો અગત્યનું સ્થાન ધરાવે છે. કહેવાય છે કે આ દુનાયાના બધા સંબધો ભગવાન નક્કી કરીને આપે છે પરંતુ માત્ર મીત્ર નક્કિ કરવાનો હક પ્રભુ આપણને આપે છે. આથી મીત્રો આપણે ખુબ સમજી વિચારીને બનાવવા જોઈએ કારણ કે મીત્રોની સંગત આપણના જીવનને સ્વર્ગ પણ બનાવી શકે છે અને નર્ક પણ બનાવી શકે છે.
આચાર્ય ચાણક્યએ જણાવ્યું હતું કે કેવા પ્રકારના મીત્રો કયારેય ના બનાવવા જોઈએ.
- આચાર્ય ચાણક્યે કહ્યું છે કે આપણી પીઠ પાછળ કામ બગાડીને આપણી સામે સારુ બોલે છે તેવા મીત્રો થી હંમેશા દુર રહેવું જોઈએ.
- ચાણક્ય કહે છે કે જે મીત્ર તમારા રહસ્ચો બિજા લોકોને કહી દે તેવા મીત્રોનો ત્યાગ કરવો જ હિતાવહ છે.
- આચાર્ય કહે છે કે એવા મીત્રની મીત્રતા ક્યારેયના કરવી જે મદદની જરૂર હોય ત્યારે કામમા ના આવે.
- ચાણક્ય કહે છે કે જે મીત્ર તમારી સાથે હોય ત્યારે સારુ બોલે પણ તમારી ગેરહાજરીમાં ખરાબ બોલે એ મીત્ર નથી શત્રુ છે
- જે મીત્રનુ આચરણ ખરાબ હોય, જે માતાપિતાનુ આદર ના કરતો હોય તેવા મીત્ર માટે આચાર્ય કહે છે કે તેને છોડી દેવો જોઈએ.
આમ ચાણક્ય આપણને સમજાવે છે કે આપણે કેવા મીત્રો ના બનાવવા જોઈએ.
આ પણ વાંચોઃ ચાણક્ય નીતિ : આ બાબતોનું રાખવું જોઈએ ખાસ ખ્યાલ,જેથી તમને ના પડે કોઈ મુશ્કેલી