ટ્રેન્ડિંગધર્મ

ઘરમાં કદી ન લગાવશો આવા પેઇન્ટિંગઃ આર્થિક નુકશાન સાથે આવશે માનસિક તણાવ

Text To Speech

પોતાનું ઘર દરેક વ્યક્તિનું સપનું હોય છે. દરેક વ્યક્તિ પોતાના ઘરમાં પરિવાર સાથે સુખ-શાંતિથી રહેવા ઇચ્છે છે. વાસ્તુશાસ્ત્રને ધ્યાનમાં રાખીને ઘરનું નિર્ણાણ અને સાજ શણગાર કરવામાં આવે તો ઘરના દરેક ખુણામાં પોઝિટીવીટી આવે છે. વાસ્તુ સાથે જોડાયેલી કેટલીક સરળ ટિપ્સના પ્રયોગ કરીને તમે ઘરને શાંતિપુર્ણ અને ખુશહાલ જગ્યામાં બદલી શકો છો. વાસ્તુના કેટલાક નિયમો જાણો અને સુખી જીવન જીવો.

ઘરમાં કદી ન લગાવશો આવા પેઇન્ટિંગઃ આર્થિક નુકશાન સાથે આવશે માનસિક તણાવ hum dekhenge news

  • વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ-પશ્વિમ દિશામાં બાળકોનો રુમ બનાવવો જોઇએ. બાળકોએ હંમેશા દક્ષિણ કે પુર્વ દિશા તરફ માથુ રાખીને સુવુ જોઇએ
  • ઘરમાં એક મેડિટેશન રુમ હોવો જોઇએ. જ્યાં વ્યક્તિ શાંતિથી બેસી શકે. ઘરનો ઉત્તર-પુર્વ ખુણો મેડિટેશન રુમ માટે સૌથી યોગ્ય રહેશે. ધ્યાન કરતી વખતે તમારુ મોં પુર્વ દિશા તરફ રાખો
  • નવા ઘરમાં પ્રવેશ કરતા પહેલા હવન કરવો જોઇએ. આ સાથે ભગવાન ગણેશની પુજા કરવી જોઇએ. નેગેટિવ એનર્જીને ઘરથી દુર રાખવા માટે આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઇએ.

ઘરમાં કદી ન લગાવશો આવા પેઇન્ટિંગઃ આર્થિક નુકશાન સાથે આવશે માનસિક તણાવ hum dekhenge news

  • ઘરમાં રડતા બાળકો, ડુબતા સુરજ, બેડરૂમમાં સમુદ્ર અને વરસાદ તેમજ રડતી કે દુઃખી સ્ત્રીની તસવીરો ન લગાવવી જોઇએ. આ બધુ માનસિક તણાવ અને નાણાંકીય તકલીફોનું કારણ બની શકે છે.
  • ઘરમાં રસોડુ સફેદ રંગથી પેઇન્ટ કરાવવુ જોઇએ. સફેદ રંગ આશા અને પવિત્રતાને દર્શાવે છે. ઘરની અંદર સફેદ રંગ પોઝિટીવીટને આકર્ષે છે.

આ પણ વાંચોઃ હિન્દુ નવુ વર્ષ શરૂ થતા પહેલા ઘરમાં લઇ આવો આ શુભ વસ્તુઓઃ કિસ્મતના દ્વાર ખુલી જશે

Back to top button