ખાલી પેટે આ ત્રણ વસ્તુઓનું સેવન ક્યારેય ન કરોઃ મુશ્કેલીમાં મુકાશો
- ખાલી પેટે એસિડિટી, ગેસ, ઉલ્ટી જેવી તકલીફ થઇ શકે છે
- લાંબા સમય સુધી ભુખ્યા ન રહો, કંઇ પણ હેલ્ધી ખાઇ લો
- સવારે ઉઠીને ખાલી પેટે કોફી ક્યારેય ન પીશો
જો તમારુ પેટ ખાલી હોય તો તમે કોઇ પણ કામ પણ યોગ્ય રીતે કરી શકતા નથી. લાંબા સમય સુધી ભુખ્યા રહેવાના કારણે તમને એસિડિટી, ગેસ, જીવ ગભરાવો, ઉલ્ટી થઇ શકે છે. તમારે ખાલી પેટે કેટલીક વસ્તુઓનુ સેવન ન કરવુ જોઇએ.
દારૂ
દારૂ આમ તો કોઇ પણ સમયે પીવું આરોગ્ય માટે હાનિકારક જ છે, પરંતુ તેનું ખાલી પેટે તો બિલકુલ ન કરવુ જોઇએ. જો તમે ખાલી પેટે દારૂનુ સેવન કરો છો તો તે તમારા બ્લડ સ્ટ્રીમ સુધી પહોંચે છે, જેના કારણે પલ્સ રેટ અને બ્લડ પ્રેશર બંને ઉપર-નીચે થઇ જાય છે.
કોફી
ઘણી વખત લોકો સવારે ઉઠીને તરત કોફીનું સેવન કરવાનું પસંદ કરે છે. જોકે તમને જણાવી દઇએ કે ખાલી પેટે કોફીનું સેવન તમારા આરોગ્ય માટે યોગ્ય નથી. કોફીમાં કમ્પાઉન્ડ હોય છે, જે તમારા પેટમાં હાઇડ્રોક્લોરિક પિતને વધારી શકે છે અને તમારા પેટમાં બળતરા અને ગેસ જેવી સમસ્યાઓ થાય છે.
ચ્યુઇંગમ
આજકાલના બાળકો અને યુવાનોને ચ્યુઇંગમ ચાવવી ખૂબ પસંદ છે, પરંતુ તમને જણાવી દઇએ કે ખાલી પેટે ચ્યુઇંગમ ચાવવી તમારા માટે હાનિકારક સાબિત થઇ શકે છે. જો નેચરલ રીતે તમે કંઇક ચાવો છો તો તમારા પેટમાં ડાઇજેસ્ટિવ એસિડ રિલીઝ થવા લાગે છે. ખાલી પેટમાં આ એસિડ ગેસ અને અલ્સરનો ખતરો પેદા કરી શકે છે. તેથી ભુખ્યા પેટે ભુલથી પણ ચ્યુઇંગમ ન ચાવતા.
આ પણ વાંચોઃ બદલજો તમારી બેડશીટ ધોવાની રીતઃ નહીંતો 2-3 ધુલાઇમાં જ થશે ખરાબ