ગુજરાતમધ્ય ગુજરાત

દ્વારકેશલાલજીએ મહારાજ ફિલ્મ મુદ્દે નેટફ્લિકસની હેડ ઓફિસે ઓબ્જેક્શન પિટિશન કરી

Text To Speech

વડોદરા, 22 જૂન 2024,બોલીવૂડની મહારાજ ફિલ્મ મામલે વૈષ્ણવાચાર્ય દ્વારકેશ લાલજીએ વિરોધ નોંધાવ્યો છે. હાલ દ્વારકેશલાલજી મહારાજે કેલિફોર્નિયા સ્થિત નેટફ્લિક્સના હેડ ક્વોર્ટર ખાતે વૈષ્ણવ સમાજ અને આચાર્યના અપમાન અંગે રજૂઆત કરી છે. તેમજ નેટફ્લિક્સ પર ફિલ્મ હટાવી લેવા માંગ કરી છે. ફિલ્મનો વૈષ્ણવાચાર્ય દ્વારકેશ લાલજીએ વિરોધ કર્યો હતો. તેમણે નેટફ્લિકસની હેડ ઓફિસે ઓબ્જેક્શન પિટિશન નોંધાવી છે.

ધર્મ પર થઈ રહેલા આક્રમણ કદાપી ન ચલાવી લેવાય
આ અંગે દ્વારકેશ લાલજીએ જણાવ્યું હતું કે, આજે હું નોર્થ અમેરિકામાં કેલિફોર્નિયાના સિલિકોન વેલીમાં નેટફ્લિક્સની કોર્પોરેટ ઓફિસથી જણાવું છું કે, પ્રસ્તુત મહારાજ ફિલ્મને લઈ અહીંયા મેં ઓબ્જેક્શન પિટિશન ફાઈલ કરાવી છે.આજના આ સમયમાં જ્યારે હિન્દુ સનાતન ધર્મની પરંપરા, વૈષ્ણવ સંપ્રદાયની પરંપરાઓ અને અમારા ઇષ્ટ એવા ભગવાન શ્રીકૃષ્ણ ઉપર, તેઓની લીલા ચરિત્ર પર, ગુરુ પરંપરા પર અને આપણી સંસ્કૃતિ અને સભ્યતા પર એક વિચારધારા અંતર્ગત પ્રહારો થઈ રહ્યા છે.આજે હું અહીં હેડ ઓફિસ આવી મારી રજૂઆત કરી છે. આપણા ધર્મ પર થઈ રહેલા આક્રમણ કદાપી ન ચલાવી લેવામાં આવે. ત્વરિત ધોરણે ઓટીટી પ્લેટફોર્મનો દુરુપયોગ કરીને યશરાજ ફિલ્મ મહારાજ પ્રસ્તુત કરવામાં આવી રહી છે.

હાઈકોર્ટે મહારાજ ફિલ્મ પરથી સ્ટે હટાવ્યો
‘મહારાજ’ ફિલ્મ પર લાગેલા સ્ટે મામલે ગુજરાત હાઈકોર્ટમાં છેલ્લા ત્રણ દિવસથી સુનાવણી હાથ ધરાઈ હતી.જેમાં બંને પક્ષકાર દ્વારા દલીલો કરવામાં આવી હતી અને ફિલ્મ પર સ્ટે યથાવત્ રાખવામાં આવ્યો હતો. ગઈકાલે ગુજરાત હાઈકોર્ટે મહારાજ ફિલ્મ પરથી સ્ટે હટાવી દીધો છે. હાઇકોર્ટે લગભગ 1 કલાક અને 25 મિનિટ સુધી જજમેન્ટ ડિકટેટ કર્યું અને નોંધ્યું હતું કે, હાઈકોર્ટે ફિલ્મ જોઇ તેમાં કોઈ નકારાત્મક બાબત લાગી નથી. ફિલ્મ ધાર્મિક લાગણીઓ દુભાવનારી નથી. હાઈકોર્ટે વચગાળાનો સ્ટે દૂર કરતા હવે નેટફ્લિક્સ અને યશરાજ ફિલ્મ્સ આ મૂવી રિલીઝ કરી શકશે.

આ પણ વાંચોઃ‘મહારાજ’ ફિલ્મ પરથી સ્ટે હટ્યોઃ હાઈકોર્ટે મૂવી જોઈને કહ્યું, કંઈ વિવાદિત જણાતુ નથી

Back to top button