નેધરલેન્ડ: કાફેમાં હાજર લોકોને બનાવાયા બંધક, આસપાસના ઘર ખાલી કરાવાયા, ટ્રેનો પણ કરાઈ ડાયવર્ટ


નેધરલેન્ડ, 30 માર્ચ : નેધરલેન્ડના Ede શહેરમાં સ્થિત એક કાફેમાં અનેક લોકોને બંધક બનાવ્યાની ઘટના સામે આવી છે. પોલીસે ઉતાવળે એ વિસ્તારને કોર્ડન કરી લીધો જ્યાં એક કાફેમાં ઘણા લોકોને બંધક બનાવવામાં આવ્યા છે. પોલીસ આસપાસની ઈમારતોને ખાલી કરાવી રહી છે. પોલીસ પ્રવક્તા સિમોન ક્લોકે જણાવ્યું હતું કે અડ્ડેમાં કેટલાક લોકોને બંધક બનાવવામાં આવ્યા છે, પરંતુ તેમણે આ ઘટના વિશે વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો.
એફપીના રિપોર્ટ અનુસાર, બિલ્ડિંગમાં કેટલા લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા અને તેની પાછળના લોકો કોણ હતા જાણવા મળ્યું નથી. જો કે પોલીસે એડે શહેરના આ કાફે આસપાસ આવેલા 150 ઘરોને ખાલી કરાવ્યા હતા, અને જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં એક વ્યક્તિ છે જે તેમને અથવા અન્ય લોકો માટે ખતરો બની શકે છે.
ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી
એમ્સ્ટરડેમથી 85 કિલોમીટર (53 માઈલ) દક્ષિણપૂર્વમાં આવેલા ગ્રામીણ બજારના નગર Edeમાંના પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોનો કાફલોંખડી દેવામાંઆવ્યો છે. તમામ દુકાનો બંધ કરાવી દેવામાં આવી છે.
હવે સમાચાર આવી રહ્યા છે કે પોલીસે કેફેમાં બંધક બનેલા ત્રણ લોકોને મુક્ત કરી દીધા છે, પરંતુ હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી કે ઓપરેશન સંપૂર્ણ રીતે પૂરું થયું છે કે નહીં. બંધક બનાવની માહિતી મળ્યા બાદ, પોલીસે મધ્ય શહેર એડેને ખાલી કરાવ્યું હતું.
ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી હતી
અહેવાલ મુજબ, સ્થાનિક નગરપાલિકાએ તેની વેબસાઈટ પર જણાવ્યું હતું કે ટાઉન સેન્ટર બંધ કરી દેવામાં આવ્યું છે. પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સત્તાવાળાઓએ લોકોને ટાઉન સેન્ટરથી દૂર રહેવાની વિનંતી કરી છે અને ટ્રેન ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાને આતંકવાદી હુમલા સાથે પણ જોડવામાં આવી રહી છે. જો કે આ અંગે પોલીસ દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી.