ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

Netflixનું નવું ફરમાન ! Password સાથે આ કામ કર્યું તો લાગશે ઝટકો

Text To Speech

વૈશ્વિક વિડિયો સ્ટ્રીમિંગ પ્રોવાઈડર Netflix કંપનીએ યુઝર્સને આંચકો આપવાની યોજના બનાવી છે. જો તમે Netflix નો પાસવર્ડ પરિવાર કે મિત્રો સાથે શેર કરો છો, તો થોડા સમય પછી તમે આમ કરી શકશો નહીં. કંપનીએ પાસવર્ડ શેરિંગને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. નેટફ્લિક્સ કો-સીઈઓ ગ્રેગ પીટર્સ અને ટેડ સેરાન્ડોસે કહ્યું કે પાસવર્ડ શેરિંગ સમાપ્ત થઈ જશે. Netflix યુઝર્સ વારંવાર પરિવાર, ફ્રેન્ડ, મિત્રો સાથે પાસવર્ડ શેર કરે છે. જોકે, કંપનીની નવી પોલિસી બાદ યુઝર્સ આવું કરી શકશે નહીં.

Netflix OTT platform
Netflix OTT platform

Netflix ધીમે ધીમે પાસવર્ડ શેરિંગ વિકલ્પને દૂર કરવા જઈ રહ્યું છે. કંપનીના કો-સીઈઓ ગ્રેગ પીટર્સે કહ્યું કે જે યુઝર્સ Netflixનો ઉપયોગ કરવા માટે પૈસા ખર્ચતા નથી તેમણે હવે ચાર્જ ચૂકવવાનું શરૂ કરવું પડશે. આ સિવાય કંપની એડવર્ટાઈઝમેન્ટ સપોર્ટ સાથે નવો પ્લાન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

જોકે પીટર્સે સ્પષ્ટ કર્યું હતું કે પાસવર્ડ શેરિંગને સમાપ્ત કરવાથી યુઝર્સના અનુભવ પર કોઈ અસર થશે નહીં. પાસવર્ડ શેરિંગનો નવો નિયમ આવ્યા પછી પણ યુઝર્સનો Netflix તરફનો ઝુકાવ યથાવત રહે તે માટે કંપનીએ પહેલાથી વિચારી રાખ્યું છે. પરંતુ પીટર્સનું માનવું છે કે સમગ્ર વિશ્વમાં પાસવર્ડ શેરિંગને સમાપ્ત કર્યા પછી ઘણા યુઝર્સ આ નિર્ણયથી નાખુશ હશે.

પાસવર્ડ શેર કરવાનો લાગશે ચાર્જ

કંપની ભારત જેવા દેશો પર ફોકસ કરીને 1.5-2 કરોડ ગ્રાહકો વધારવા પર ધ્યાન આપી રહી છે. અમેરિકન OTT પ્લેટફોર્મ ઇચ્છે છે કે જે વપરાશકર્તાઓ હાલમાં Netflix માટે ચૂકવણી કરતા નથી તેઓ સામગ્રી જોવા માટે ચૂકવણી કરવાનું શરૂ કરે. તમને જણાવી દઈએ કે કોસ્ટા રિકા, ચિલી, પેરુ જેવા લેટિન અમેરિકન દેશોમાં કંપનીએ પાસવર્ડ શેરિંગને ખતમ કરવા માટે ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે.

પાસવર્ડ શેરિંગ ક્યારે સમાપ્ત થશે?

આવા દેશોમાં, કંપની મિત્રો અથવા સંબંધીઓના પાસવર્ડ સાથે નેટફ્લિક્સ ચલાવનારા યુઝર્સ પાસેથી લગભગ રૂ. 250 વસૂલે છે. હાલમાં, કંપનીએ એ નથી જણાવ્યું કે ભારતમાં પાસવર્ડ શેર કરવા માટે કેટલો ચાર્જ ચૂકવવો પડશે. જો કે, એવું પણ બની શકે છે કે અહીં પણ વૈશ્વિક દર અનુસાર ચાર્જ નક્કી કરવામાં આવે. ભારત સહિત અન્ય દેશોમાં કંપની માર્ચ 2023થી પાસવર્ડ શેરિંગ બંધ કરવાનું શરૂ કરી શકે છે.

Back to top button