નેશનલબિઝનેસ

Netflixના સહ-સ્થાપક રીડ હેસ્ટિંગ્સે CEO પદેથી આપ્યું રાજીનામું

Netflixના સહ-સ્થાપક રીડ હેસ્ટિંગ્સે ગુરુવારે CEOના પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ રાજીનામાં અંગે નિવેદન આપતી વખતે તેમણે જણાવ્યું હતુ કે આ નિર્ણય લેવાનો આ જ યોગ્ય સમય છે. હવે તેમની આ જવાબદારી તેમના ભાગીદાર અને સહ-સીઈઓ ટેડ સારાન્ડોસ અને કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર ગ્રેગ પીટર્સને સોંપી છે. એને તેમને એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેઓ આ જવાબદારી બહુ સારી રીતે નિભાવી શકે છે.

ટેડ સરાન્ડોસ અને ગ્રેસ પીટર્સ સીઈઓ તરીકે કાર્યભાર સંભાળશે

રીડ હેસ્ટિંગ્સે CEO પદ પરથી રાજીનામું આપી દીધુ છે. ત્યારે હવે તેમની જગ્યાએ ટેડ સરાન્ડોસ અને ગ્રેસ પીટર્સ સીઈઓ તરીકે કાર્યભાર સંભાળશે. અને રીડ હેસ્ટિંગ્સ હવે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે કામ કરશે. Netflix પરના આ ફેરફારો તરત જ લાગુ કરી દેવામાં આવશે. મહત્વનું છે કે પીટર્સ અને સારાન્ડોઝને કોરોના સમયગાળા (જુલાઈ 2020) દરમિયાન પ્રમોટ કરવામાં આવ્યા હતા. ત્યારે કંપની માટે પડકારજનક સમય હતો.

Netflix CEO રાજીનામું-humdekhengenews

રીડ હેસ્ટિંગ્સે રાજીનામાને લઈને આપ્યું નિવેદન

રીડ હેસ્ટિંગ્સે તેમના નિવેદનમાં જણાવ્યુ હતુ કે તાજેતરમાંજ અમે કોરોના માહામારીનો પડકાર જનકપરિસ્થિતિનો સામનો કર્યો હતો. કોરોનાના કારણે અમારા વ્યવસાય પર ખુબ માંઠી અસર પડી હતી. ત્યારે મારુ માનવું છે કે આ મારા રાજીનામાંનો યોગ્ય સમય છે. કે મારે મારુ પદ છોડીને મારા વારસદારોને કમાન સોંપી દેવી જોઈએ.

2022માં Netflix મોટો ફટકો પડ્યા હતો

નેટફ્લિક્સે 2022 ના શરુઆતના સમયગાળામાં સબ્સ્ક્રાઇબર ગુમાવ્યા. પરંતુ પછીથી તેના સબ્સ્ક્રાઇબરમાં વધારો જોવા મળ્યો હતો. પરંતુ ગતિ હજુ પણ ધીમી હતી. Netflix પછી કંપનીના લાભ માટે તેની નીતિમાં ફેરફાર કર્યો, ગયા નવેમ્બરમાં 12 દેશોમાં સસ્તો, જાહેરાત-સમર્થિત વિકલ્પ રજૂ કર્યો. તેણે પાસવર્ડ શેરિંગ પર કડક કાર્યવાહી કરવાની પણ જાહેરાત કરી છે. નેટફ્લિક્સે તેના શેરધારકોને એક પત્ર લખીને જણાવ્યું હતું કે 2022 મુશ્કેલ વર્ષ હશે.

નેટફ્લિક્સે ગુરુવારે તોડ્યા તમામ રેકોર્ડ 

બીજી તરફ, ગુરુવારે (19 જાન્યુઆરી) તમામ રેકોર્ડ તોડીને Netflixના ગ્રાહકોની સંખ્યા વધીને 230 મિલિયનથી વધુ થઈ ગઈ છે. બીજી તરફ Netflixના શેરમાં ગયા વર્ષે લગભગ 38 ટકાનો ઘટાડો થયો હતો. જોકે પછીથી કંપનીનું ટ્રેડિંગ 6.1 ટકા વધીને $335.05 થયું.

આ પણ વાંચો : કથાકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું ફિલ્મોના બૉયકોટ પર નિવેદન : “હિંમત હોય તો અન્ય ધર્મ પર ફિલ્મ બનાવો, ભારતમાં રહેવું મુશ્કેલ બની જશે”

Back to top button