ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સુભાષ ચંદ્ર બોઝને રાષ્ટ્રપુત્ર ઘોષિત કરવાની માગ, ઓડિશા હાઈકોર્ટમાં દાખલ થઈ અરજી

Text To Speech

ઓડિશા, 23 જાન્યુઆરી 2025: આજે દેશ સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની 128મી જયંતિ ઉજવી રહ્યો છે. આ અવસર પર ઓડિશા હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં માગ કરી છે કે બોઝને સત્તાવાર રીતે રાષ્ટ્રપુત્ર ઘોષિત કરવામં આવે.

અરજીમાં આઝાદ હિન્દ ફૌજના સ્થાપના દિવસને નેશનલ ડે ઘોષિત કરવાની માગ પણ કરવામાં આવી છે. કટકથી સામાજિક કાર્યકર્તા પિનાક પાની મોહંતીએ અરજી દાખલ કરી કહ્યું કે, દેશની આઝાદી માટે નેતાજીના બલિદાનના કારણે તેમને રાષ્ટ્રપુત્ર તરીકે માન્યતા આપવી જોઈએ.

અરજીમાં આઝાદ હિન્દ ફૌજના સ્થાપના દિવસ 21 ઓક્ટોબરને નેશનલ ડે ઘોષિત કરવાની પણ માગ કરી છે. આ માગ ઉપરાંત મોગંતીએ પણ માગ કરી છે કે, નેતાજીના રહસ્યમયી રીતે ગુમ થવાનું સત્ય જાહેર કરવામાં આવે. તેમણે નેતાજી ગુમ થવાને લઈને જસ્ટિસ મુખર્જી આયોગના રિપોર્ટને સાર્વજનિક કરવાની માગ કરી છે.

આ અગાઉ મોહંતીએ આ મામલા પર પ્રધાનમંત્રી મોદી અને ગૃહ મંત્રાલયને આવેદન આપ્યું હતું પણ ત્યાંથી કોઈ જવાબ ન મળતા તેમણે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી.

અહીં ઉલ્લેખનિય છે કે, આ મામલા પર ઓડિશા હાઈકોર્ટના કાર્યવાહક જસ્ટિસ અરિંદમ સિન્હા અને જસ્ટિસ મૃગાંક શેખર સાહૂની પીઠ સમક્ષ સુનાવણી થઈ. કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ જાહેર કરતા તેના પર જવાબ આપવા કહ્યુ છે. આ મામલે આગામી સુનાવણી 12 ફેબ્રુઆરીએ થશે.

આ પણ વાંચો: નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જયંતી: પરાક્રમ દિવસ પર નેતાજીના જીવન વિશે જાણવા જેવી વાતો

Back to top button