ટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરી

ટોયલેટમાં બેસીને ઝૂમ મિટિંગમાં જોડાયા નેતાજી! આવી હાલતમાં જોઈને અન્ય લોકો શરમાયા, જુઓ વીડિયો

  • બ્રાઝિલના એક શહેર રિયો ડી જેનેરોના ત્રણ વખતના પૂર્વ મેયર ભૂલથી ઝૂમ મીટિંગમાં જોડાઈ ગયા 

HD ન્યૂઝ ડેસ્ક, 15 જૂન: ક્યારેક એવું બને છે કે આપણે ઈચ્છા વગર પણ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાઈ જઈએ છીએ. આવું જ કંઈક બ્રાઝિલના એક શહેર રિયો ડી જેનેરોના ભૂતપૂર્વ મેયર સીઝર મૈયા(César Maia) સાથે થયું છે. ત્રણ વખત મેયર રહી ચૂકેલા સીઝર મૈયા સાથે એક ખૂબ જ શરમજનક ઘટના બની છે. હકીકતમાં, પૂર્વ મેયર તેમના ટોયલેટમાં બેઠા-બેઠા અજાણતા જ ઓનલાઈન ઝૂમ મીટિંગમાં જોડાઈ ગયા હતા. તેમને આવી હાલતમાં જોઈને સભાના અન્ય સભ્યો શરમથી લાલ થઈ ગયા હતા. પહેલા લોકો થોડા શરમાયા અને પછી તેઓ હસવાનું રોકી શક્યા નહીં. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં બ્રાઝિલના રિયો ડી જેનેરોના ભૂતપૂર્વ મેયર અને આઉટગોઇંગ સિટી કાઉન્સિલર સીઝર મૈયા ટોયલેટમાંથી જ ઝૂમ મીટિંગ અટેન્ડ કરતાં જોવા મળે છે.

 

નેતાજી શરમજનક સ્થિતિમાં ફસાયા

અહેવાલ મુજબ, આ મીટિંગમાં મિરાન્ટે દા રોસિન્હાને સાંસ્કૃતિક વારસા સ્થળ તરીકે નિયુક્ત કરવાના બિલ પર ચર્ચા થઈ રહી હતી. કાઉન્સિલર પાબ્લો મેલો આ બેઠકનું નેતૃત્વ કરી રહ્યા હતા. પછી ભૂતપૂર્વ મેયર સીઝર આકસ્મિક રીતે ઝૂમ મીટિંગમાં જોડાયા. તેઓના મીટિંગમાં જોડાતાની સાથે જ અન્ય સભ્યોએ પૂર્વ મેયરને ટોયલેટમાં નગ્ન અવસ્થામાં બેઠેલા જોઈ લીધા હતા. જે બાદ મીટિંગનું નેતૃત્વ કરી રહેલા કાઉન્સિલર પાબ્લો મેલોએ તેમને તાત્કાલિક કેમેરા બંધ કરવા કહ્યું હતું.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, પૂર્વ મેયર સીઝર ટોઈલેટમાં બેસીને ઝૂમ મીટિંગમાં સામેલ થયા હતા. જ્યારે તેમને આ વાતની જાણ થઈ, તો બીજી જ ક્ષણે તેઓ પોતાનો કેમેરા એડજસ્ટ કરવા લાગ્યા. અહીં, મિટિંગમાં હાજર લોકો ભૂતપૂર્વ મેયરને આ સ્થિતિમાં જોઈને દંગ રહી જાય છે અને બધા હસવાનું રોકવાની કોશિશ કરવા લાગે છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ ભૂતપૂર્વ મેયરે સત્રમાં સામેલ લોકોની માફી માંગી અને કહ્યું કે, તેમની ખરાબ તબિયતને કારણે તેમને આ શરમજનક પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @MarioNawfal નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 82 હજારથી વધુ લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે.

આ પણ જુઓ: રાનુ મંડલ પછી આ દાદી થયા વાયરલ, ખેતરમાં કામ કરતા ગાયું ગીત, યુઝર્સે કહ્યું- ‘અસલી ટેલેન્ટ તો ખેતરોમાં જ’

Back to top button