મનોરંજનવર્લ્ડ

આદિપુરૂષના એક ડાયલોગ પર નેપાળની ભારતને ચેતવણી- હટાવો નહીં તો એકપણ ફિલ્મ ચાલવા દઇશું નહીં

  • હિન્દી ફિલ્મ ‘આદિપુરુષ’માં સીતાના પાત્ર સાથે જોડાયેલા એક ડાયલોગને લઈને નેપાળમાં વિવાદ ઉભો થયો.

ફિલ્મમાં સીતાને ‘ભારતની પુત્રી’ તરીકે વર્ણવવામાં આવી છે. નેપાળની રાજધાની કાઠમંડુના મેયરે આ ડાયલોગ સામે વાંધો ઉઠાવ્યો છે. આ માટે તેણે ફિલ્મ નિર્માતાઓને ત્રણ દિવસનો સમય આપ્યો છે. આ સાથે તેણે અન્ય હિન્દી ફિલ્મો માટે પણ ચેતવણી જાહેર કરી છે.

નેપાળની રાજધાની કાઠમંડુના મેયરે આ ડાયલોગ સામે વાંધો ઉઠાવ્યો:

રામ કથા પર આધારિત આ ફિલ્મ રાવણથી લઈને સીતા સહિતના અન્ય પાત્રોના ફિલ્માંકનને લઈને ટીકાનો સામનો કરી રહી છે. પરંતુ આ ફિલ્મ નેપાળમાં એક અલગ પ્રકારના વિવાદનો સામનો કરી રહી છે. આ ફિલ્મમાં સીતાને ભારતની પુત્રી તરીકે વર્ણવવામાં આવી છે. જ્યારે નેપાળ દાવો કરી રહ્યું છે કે પૌરાણિક પાત્ર સીતાનો જન્મ નેપાળના જનકપુરમાં થયો હતો. આ કારણે નેપાળમાં ફિલ્મના આ ડાયલોગ પર વિવાદ ઉભો થયો છે. કાઠમંડુના મેયર બલેન્દ્ર શાહ ‘બલેન’એ કહ્યું છે કે ‘કાઠમંડુ મેટ્રોપોલિટન સિટીમાં જ્યાં સુધી આદિપુરુષમાંથી સીતાને ભારતની પુત્રી તરીકે દર્શાવતો ડાયલોગ દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ પણ હિન્દી ફિલ્મને ચલાવવા દેવામાં આવશે નહીં. સાથે સાથે બલેન્દ્ર શાહે આ ભૂલ સુધારવા માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે.

આદિપુરૂષના એક ડાયલોગ પર નેપાળની ભારતને ચેતવણી-  હટાવો નહીં તો એકપણ ફિલ્મ ચાલવા દઇશું નહીં

નેપાળના સેન્સર બોર્ડે પણ આ મામલે વાંધો ઉઠાવ્યો:

વિશ્વના અન્ય દેશોની જેમ નેપાળમાં પણ કોઈ પણ ફિલ્મની રિલીઝ પહેલા સેન્સર બોર્ડ તેને જુએ છે અને ફિલ્મ નિર્માતાઓને વાંધાજનક સામગ્રી મળે તો તેને દૂર કરવા કહેતા હોય છે. ત્યારે અહી નેપાળના સેન્સર બોર્ડના સભ્ય ઋષિરાજ આચાર્યએ કહ્યું છે કે આદિપુરુષના કિસ્સામાં પણ આ જ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. પ્રક્રિયા પૂર્ણ થતાં તેમણે કહ્યું, “અમે બુધવારે ફિલ્મ જોઈ અને વિતરકોને કહ્યું કે અમે અમુક ડાયલોગ કાપ્યા પછી જ સ્ક્રીનિંગની મંજૂરી આપી શકીએ છીએ.”

આ પણ વાંચો: ‘આદિપુરૂષ’ ફિલ્મએ રિલીઝ પહેલા જ કરી કમાલ, 432 કરોડની કરી કમાણી

નેપાળ ફિલ્મ એસોસિએશને શું કહ્યું:

નેપાળના ફિલ્મ એસોસિએશનના ઉપાધ્યક્ષ ભાસ્કર ધુંગાનાએ જણાવ્યું કે મેયર બલેનની ચેતવણી બાદ તેમને સોશિયલ મીડિયા પર ઘણી ધમકીઓ મળી હતી. સુરક્ષાના કારણોસર, તેમણે સિનેમા માલિકોને કાઠમંડુમાં સવારે ફિલ્મ ચલાવવા આપી ન હતી. ત્યાર બાદ તેમણે વિવાદાસ્પદ ડાયલોગ હટાવ્યા પછી ફિલ્મ ચલાવવાની મંજુરી આપી હતી. સેન્સર બોર્ડે પહેલા જ આ શો માટે પરવાનગી આપી દીધી હતી. એક ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે અક્ષય કુમારની ફિલ્મ ‘ચાંદની ચોક ટુ ચાઈના’માં બુદ્ધ વિશેના વિવાદાસ્પદ ડાયલોગને નેપાળમાં કાપીને બતાવવામાં આવી હતી.

આ પણ વાંચો: આદિપુરુષ ફિલ્મ ઉપર લાગી શકે છે પ્રતિબંધ : છત્તીસગઢના CM ભૂપેશ બધેલે આપ્યા સંકેત

Back to top button