ટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરી

Facebook Live દરમિયાન નેપાળ વિમાન દુર્ઘટના, કેમેરામાં રેકોર્ડ થયા ભયાનક દ્રશ્ય

  • એક વર્ષ પહેલા બનેલી પ્લેન દુર્ઘટનાનો ફરીથી વીડિયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ

નેપાળ, 31 માર્ચ: લગભગ એક વર્ષ પહેલા, 15 જાન્યુઆરી, 2023 ના રોજ, નેપાળના પોખરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ વખતે એક પ્લેન ક્રેશ થયું હતું. આ વિમાન દુર્ઘટનામાં 4 ક્રૂ મેમ્બર સહિત 72 મુસાફરોએ જીવ ગુમાવ્યો હતો. પ્લેન ક્રેશ થયું તે પહેલા પ્લેનમાં સવાર સોનુ નામનો ભારતીય યુવક ફેસબુક પર લાઈવ હતો અને લાઈવ દરમિયાન આ અકસ્માત થયો હતો. સોનુના ફેસબુક લાઈવ દરમિયાન અકસ્માતનું ભયાનક દ્રશ્ય જોવા મળ્યું હતું. જેનો વીડિયો આજકાલ ફરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

લેન્ડિંગની માત્ર 10 સેકન્ડ પહેલાં જ પ્લેન ક્રેશ થયું હતું

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે સોનુના ફેસબુક લાઈવ દરમિયાન અચાનક ફ્લાઈટની અંદરથી ભયાનક ચીસો સંભળાઈ હતી. થોડી જ વારમાં ફ્લાઈટ એક તરફ નમવા લાગી. કોઈ કંઈ સમજે તે પહેલા કેમેરાની સામે ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા. જે બાદ વિસ્ફોટના અવાજ સાથે ચારેબાજુ આગ દેખાવા લાગી. આ ફેસબૂક લાઈવ જોનારા થોડા સમય માટે સમજી જ ન શક્યા કે શું થયું? પરંતુ જ્યારે સોનુના મોબાઈલ પર ફેસબુક લાઈવ દરમિયાન થોડીવાર માટે આગ, ધુમાડો અને લોકોની ચીસો સંભળાઈ ત્યારે લોકોને સમજાયું કે કંઈ ખોટુ થયું છે.

અહીં જૂઓ વાયરલ થઈ રહેલો વીડિયો:

 

સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે અકસ્માતના ફોટો અને વીડિયો વાયરલ

વાઈરલ વીડિયોમાં દેખાતું ક્રેશ થયેલું પ્લેન યેતી એરલાઈન્સની ફ્લાઈટ ATR72 છે. મળતી માહિતી મુજબ વિમાન એરપોર્ટ પર લેન્ડ થવાનું હતું ત્યારે લેન્ડિંગની 10 સેકન્ડ પહેલા ક્રેશ થઈ ગયું હતું. આ ઘટના સાથે જોડાયેલા વધુ વીડિયો અને તસવીરો ફરીથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આવો જ એક અન્ય વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થઈ રહ્યો છે જેમાં ફ્લાઈટ ક્રેશ થતી દેખાય છે. આ વીડિયો નેપાળના એક વ્યક્તિએ પોતાના ફોનમાં રેકોર્ડ કર્યો હતો. વીડિયોમાં એવું લાગી રહ્યું છે કે આ પ્લેન કોઈ ઘર સાથે ટકરાશે. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવું કહેવામાં આવ્યું હતું કે આ પ્લેન વસ્તીવાળા ઘરોથી થોડે દૂર ઊંડી ખાઈમાં જઈ પડી પડ્યું હતું.

 

આ પણ વાંચો: Uber દ્વારા એક વ્યક્તિને 7.5 કરોડથી વધુનું બિલ મોકલવામાં આવ્યું! શું છે સમગ્ર મામલો?

Back to top button