ચાર વર્ષથી ચાલી રહેલા તણાવમાંથી ન તો ભારત કે ન તો ચીનને કંઈ મળ્યું છે: જયશંકર
- ભારત ન્યાયી અને યોગ્ય ઉકેલ શોધવા માટે પ્રતિબદ્ધ છે: વિદેશ મંત્રી એસ. જયશંકર
નવી દિલ્હી, 12 માર્ચ: પૂર્વી લદ્દાખમાં ચીન સાથે લગભગ ચાર વર્ષથી ચાલી રહેલા સરહદ વિવાદની પૃષ્ઠભૂમિમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે સોમવારે મોટું નિવેદન આપ્યું હતું. જેમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન બંને દેશોએ “તણાવ” થી કંઈ મેળવ્યું નથી. ભારત “ન્યાયી અને યોગ્ય ઉકેલ” શોધવા માટે પ્રતિબદ્ધ છે, પરંતુ જે કરારોનું સન્માન કરે છે અને વાસ્તવિક નિયંત્રણ રેખાને માન્યતા આપે છે.
STORY | Tension over last four years not served either India or China well, says Jaishankar
READ: https://t.co/3QgxbGy3QJ pic.twitter.com/chsh5ACqTj
— Press Trust of India (@PTI_News) March 11, 2024
વિદેશ મંત્રી એસ. જયશંકરે શું જણાવ્યું ?
એક કાર્યક્રમમાં ચર્ચા દરમિયાન, વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, ભારતે પાકિસ્તાન સાથે વાતચીત માટે તેના દરવાજા ક્યારેય બંધ કર્યા નથી, પરંતુ આતંકવાદનો મુદ્દો પ્રામાણિક વાટાઘાટોના કેન્દ્રમાં હોવો જોઈએ.”
તાજેતરમાં જ દક્ષિણ કોરિયા અને જાપાનની સત્તાવાર મુલાકાતેથી પરત આવેલા વિદેશ મંત્રી એસ. જયશંકરે નવી દિલ્હીમાં ‘એક્સપ્રેસ અડ્ડા’ દરમિયાન મુત્સદ્દીગીરીના બદલાતા સ્વભાવથી લઈને વિકસતી વિશ્વ વ્યવસ્થા સુધીના વિવિધ મુદ્દાઓ પર તેમના મંતવ્યો શેર કર્યા હતા.
આ પણ જુઓ: PM મોદી આજે ગુજરાત અને રાજસ્થાનની મુલાકાત લેશે, બીજી યાદી થઈ શકે છે જાહેર