ન તો ઘરના રહેશો કે ન તો બહારના: પેપર લીક માફિયાઓને CM યોગીની ચેતવણી
- જે યુવાનોના ભવિષ્ય સાથે રમત રમી રહ્યા છે તેમની સામે સરકાર મોટી કાર્યવાહી કરશે: CM યોગી
લખનૌ, 25 ફેબ્રુઆરી: ઉત્તર પ્રદેશ પોલીસ વિભાગમાં મોટા પાયે યોજાયેલી કોન્સ્ટેબલ પોલીસ ભરતી પરીક્ષાના પેપર લીક બાબતે ઉમેદવારોના ભારે હોબાળા બાદ યોગી સરકારે પરીક્ષા રદ કરી છે. જેને કારણે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ સહિત તમામ વિરોધ પક્ષોએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. જે બાદ પેપર લીક માફિયાઓને ચેતવણી આપતા રવિવારે એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, જે લોકો યુવાનોના ભવિષ્ય સાથે રમત રમી રહ્યા છે તેમની સામે સરકાર મોટી કાર્યવાહી કરશે. આવાં તત્ત્વો ન તો ઘરના રહી શકશે કે ન તો બહારના રહી શકશે. અમે તેમની સામે કડક કાર્યવાહી કરીશું. ગુનેગારો સામે કાર્યવાહીનું એક ઉત્તમ ઉદાહરણ રજૂ કરીશું.
जो हमारे युवाओं के भविष्य के साथ खेलने का दुस्साहस करेगा…
वे न ‘घर’ के रहेंगे न ‘घाट’ के रहेंगे। pic.twitter.com/FiB4t0ue2O
— Yogi Adityanath (@myogiadityanath) February 25, 2024
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શું કહ્યું ?
રવિવારે લોક ભવનમાં વિવિધ વિભાગોમાં 1800 જેટલી જગ્યાઓ માટે નિષ્પક્ષ અને પારદર્શક રીતે પસંદ કરાયેલા ઉમેદવારોને નિમણૂકપત્રો આપતાં સીએમ યોગીએ કહ્યું કે, “અમે પહેલા દિવસથી જ નક્કી કર્યું છે કે યુવાનોના જીવન અને ભવિષ્ય સાથે જે રમત કરશે તેમની સામે અમે શૂન્ય સહાનુભૂતિ (ઝીરો ટોલરન્સ) નીતિ અપનાવીશું અને તે તત્વો સાથે સમાન, કડક અને સખત કાર્યવાહી કરવા માટે કામ કરીશું.”
સીએમ યોગીએ કહ્યું કે, સરકાર દ્વારા જે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તે શરૂઆતમાં પણ કરવામાં આવી હતી, હવે ફરી એકવાર અમે તે લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ. આપણે ટેક્નોલોજીનો ઉપયોગ કરીએ છીએ, તેવી જ રીતે તે તત્વો પણ ખોટા હેતુઓ માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવા લાગે છે. જો એ લોકો સકારાત્મક વિચારસરણી ધરાવતા હોત તો કદાચ તેઓ ક્યારેય ખોટા કામો ન કરતા હોત, સાચી દિશામાં આગળ વધ્યા હોત અને સુખી જીવન જીવ્યા હોત. પણ હવે એ તત્વો ન તો ઘરના રહેશે કે ન તો બહારના રહેશે.
આ પણ જુઓ: અયોધ્યા જવાનું વિચારો છો? જો હા, તો આ સમાચાર એકવાર જરુર વાંચી લેજો, નહીંતર છેતરાશો