પાડોશીએ ગુસ્સામાં અર્જુનની જેમ તાક્યું નિશાન, તીર મગજ-આંખની નસો સુધી પહોંચી ગયું
છોટાઉદેપુરમાં પાડોશીએ ગુસ્સામાં ધનુષ-બાણથી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં વ્યક્તિના કપાળમાં તીર ઘૂસી જતા ગંભીર ઈજા થઈ હતી. અર્જૂનની જેમ નિશાને સાંધેલુ આ તીર સીધુ જ આ વ્યક્તિના કપાળે લાગ્યું અને તેના મગજ, આંખની નસો સુધી આ તીર પહોંચી જતા તેનું ઓપરેશન કરવું પડ્યું હતું.
પાડોશીએ બાણથી કર્યો હુમલો
જાણકારી મુજબ બે દિવસ પહેલા છોટાઉદેપુર જિલ્લાના ઉગલિયા ગામે દિલીપભાઇ દમક અને તેમના પાડોશી સાથે ઝગડો થતા પાડોશીએ દિલીપભાઇ પર તીર વડે હુમલો કર્યો હતો.આ તીરે દિલીપભાઇની આંખને વીંધી, મગજમાં ઈજા પહોંચાડી હતી. બે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતો. આ જોઇને ડોક્ટર પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. કેમકે આ તીર દિલીપભાઈના આંખની ઉપર ભ્રમરમાં જ ઘૂસી ગયુ હતું. અને આ તીરે આંખને વિંધીને સીધી મગજમાં ઇજા પહોંચાડી હતી.
3 કલાક ઓપરેશન કરી બચાવ્યો જીવ
આ વ્યક્તિને ગંભીર હાલતમાં વડોદરાની સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ન્યુરોસર્જન અને ઓપ્થોમોલોજીસ્ટની ટીમ દ્વારા તેમનું ઓપરેશન કરાયું હતું. આ ઓપરેશન ખૂબ જ પડકાર જનક હતું, પરંતુ સયાજી હોસ્પિટલના તબીબોએ 3 કલાક સર્જરી કરીને યુવકનો જીવ બચાવી લીધો હતો.
આ પણ વાંચો : સુનીલ શેટ્ટીની “Hunter” વેબસિરીઝનું ટીઝર રિલીઝ, જાણો વેબસિરીઝ ક્યારે જોઈ શકશો