અનુષ્કાનો સપોર્ટ જોઈને પાડોશી કૈટરિના પણ થાય છે ઈમ્પ્રેસ, જાણો શું કહ્યું?
- વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા વચ્ચેનું બોન્ડિંગ ઉડીને આંખે વળગે છે, ઠેર ઠેર સોશિયલ મીડિયા પર તેમના વખાણ થાય છે. આ કોઈ પહેલી વખત બનેલી ઘટના નથી, પરંતુ આવું અનેક વખત બન્યું છે. લોકોને આ જોડી એટલે જ પસંદ પડે છે.
વર્લ્ડ કપ 2023માં હાર બાદ જ્યારે વિરાટ કોહલી અનુષ્કા શર્મા પાસે પહોંચ્યો તો અનુષ્કાએ તેને પ્રેમથી હગ કર્યું. આખી સીરીઝ દરમિયાન અનુષ્કાનું ચીયર કરવું અને વિરાટનું ધ્યાન અનુષ્કા તરફ જવું એ ખૂબ ચર્ચામાં રહ્યું. બંનેના બોન્ડિંગના વખાણ થઈ રહ્યા છે. હવે બંનેના બોન્ડિંગના વખાણ પાડોશી કૈટરિના કૈફે પણ કર્યા છે. ટાઈગર-3ની અભિનેત્રીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું બંનેનો સપોર્ટ જોવા જેવો હોય છે. આ માટે કૈટરિનાએ વિરાટ કોહલીના પણ વખાણ કર્યા છે.
બંને કરે છે એકબીજાને સપોર્ટ
વિરાટ કોહલી જ્યારે મેદાનમાં રમે છે તો અનુષ્કા તેના સપોર્ટ માટે હાજર હોય છે. વિરાટની ઉપલબ્ધિઓને તે સેલિબ્રેટ કરે છે અને સોશિયલ મીડિયા પર તેના વખાણ કરે છે. વર્લ્ડ કપ દરમિયાન બંને એકબીજાની સપોર્ટ સિસ્ટમ બની રહ્યા. તેમના ખૂબ વખાણ પણ થયા. હવે કૈટરિના કૈફ પણ આ મુદ્દે વાત કરી રહી છે. એક ઈન્ટરવ્યૂમાં કૈટરિનાએ કહ્યુ કે બંને એકબીજાને ગજબનો સપોર્ટ કરે છે.
કૈટરિનાએ કર્યા વિરાટના વખાણ
કૈટરિનાએ કહ્યું કે જ્યારે વિરાટ રમે છે, ત્યારે અનુષ્કાના ચહેરા પર ખુશી જોઈ શકાય છે. એ ખૂબ સુંદર દેખાય છે. વિરાટના વખાણ કરતા કૈટરિનાએ કહ્યું કે વિરાટ ખૂબ ડેડિકેટેડ છે અને શિસ્તમાં રહેતી વ્યક્તિ છે. તેનું ફિટનેસ લેવલ જુઓ, તેણે ખુદને શ્રેષ્ઠ બનાવ્યો છે.
પાર્ટી માટે આપ્યું આમંત્રણ અને કૈટરિનાને લાગી નવાઈ
કૈટરિના અને અનુષ્કા જબ તક હૈ જાન અને ઝીરો જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યાં છે. બંનેની વચ્ચે સારી મિત્રતા છે. અનુષ્કા એક મજેદાર ઘટના જણાવી ચૂકી છે. તેણે કહ્યું કે વિકી અને કૈટરિનાએ એક વખત તેમને ડિનર પર બોલાવ્યાં હતાં. ત્યારે અનુષ્કાએ જવાબ આપ્યો હતો વિરાટ સાંજે 6 વાગ્યે ડિનર કરે છે અને રાતે 9.30 વાગ્યે સુઈ જાય છે. કૈટરિના હેરાન હતી કે 6 વાગ્યે તો તેના ઘરે સ્નેક્સ ખવાય છે. તે સમયે આ લોકો ડિનર કરી લે છે? જોકે અનુષ્કાએ કહ્યું હતું કે અમે 7-7.30 વાગ્યે ડિનર કરી લઈશું, પરંતુ પાર્ટીમાંથી જલ્દી નીકળી જઈશું.
હરભજન સિંહે આપ્યું વિવાદિત નિવેદન
વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી હરભજન સિંહ કોમેન્ટ્રી કરી રહ્યા હતો. તેણે અનુષ્કા શર્માને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેના આ નિવેદનથી સોશિયલ મીડિયા પર નારાજગી પ્રવર્તી છે. ખેલાડીઓની વાઈફ તેમને ખુલીને સપોર્ટ કરવા આવતી હોય છે. કેમેરો અનુષ્કા શર્મા અને અથિયા શેટ્ટી તરફ ફર્યો ત્યારે બંને અરસ પરસ વાત કરી રહ્યા હતા. આ જોતા હરભજને કહ્યું કે લાગે છે કે આ બંને ફિલ્મોની વાત કરી રહ્યા છે, કેમકે અનુષ્કા શર્મા અને અથિયા શેટ્ટીને ક્રિકેટ વિશે વધુ જાણકારી નહીં હોય! હંમેશા વિરાટને સપોર્ટ કરતી અનુષ્કા માટે આવું નિવેદન આપવા બદલ હરભજન સિંહ પણ ટ્રોલ થઈ રહ્યો છે. કેટલાક લોકોએ એવી પણ કોમેન્ટ કરી છે કે એક હિન્દી કોમેન્ટેટર ખુલીને અનુષ્કા શર્માની ક્રિકેટની સમજ પર તેની મજાક કરે છે. આપણે ક્યારે સુધરીશું. ભાઈ, તે માત્ર અનુષ્કા નથી, તે વિરાટ કોહલીની પત્ની છે, જેણે હાલમાં જ ઈતિહાસ રચ્યો છે.
આ પણ વાંચોઃ વર્લ્ડકપના સફળ આયોજન અંગે વરિષ્ઠ પત્રકારે કરી સમીક્ષા, જાણો શું કહ્યું