ધ્રાગંધ્રાની ઘટનામાં પોલીસકર્મીઓ સામે બેદરકારીના પગલાં લેવાશે ?
અમદાવાદ : સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં બુધવારે મોડી રાત્રે બે જુદા જુદા સમાજ વચ્ચે હિંસક જૂથ અથડામણ થઈ હતી. બંને સમાજના 2 યુવાન વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થયા બાદ સામસામે મારામારી થઈ હતી. મામલો થાળે પાડવા આવેલી પોલીસ ઉપર પણ પથ્થરમારો થતાં સિટી પીઆઇ, 2 કોન્સ્ટેબલ ઘાયલ થયા હતા. સ્થિતિ વણસતાં તાલુકા પોલીસ કુમક ઉતારવી પડી હતી. બંને સમાજનાં હિંસક બનેલાં ટોળાં વિખેરવા માટે પોલીસને ટીયર ગેસના 32 શેલ છોડવા પડ્યા હતા. પોલીસે બંને જૂથના 24 સહિત ટોળાં સામે ફરિયાદ નોંધી હતી. જેમાં રાતોરાત સાત શખસોની અટક કરી લીધી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ રેન્જ આઈજી ઘટનાસ્થળે દોડી ગયા હતા. ત્યારે આ બનાવમાં પોલીસકર્મીઓ સામે બેદરકારીના પગલાં ભરાઈ તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
શું છે સમગ્ર મામલો ? કેવી રીતે સર્જાઈ હતી ઘટના ?
આ સમગ્ર ઘટના અંગે મળતી માહિતી મુજબ, ધ્રાંગધ્રામાં અમદાવાદ રોડ પર રેલવે નાળા પહેલાં મીયાણા સમાજની વસ્તી છે જ્યારે નાળા બહાર દલિત સમાજની વસ્તી છે. બંને સમાજ વચ્ચે અગાઉ થયેલી માથાકૂટ મુદ્દે બુધવારે રાતે બોલાચાલી થતાં જૂથ અથડામણ સર્જાઈ હતી. ધીંગાણું સર્જાતાં સિટી પીઆઇ આર. જી. ચૌધરી, પીએસઆઇ કે. ડી. જાડેજા અને સ્ટાફે ઘટનાસ્થળે જઈને કાર્યવાહી હાથ ધરી હતી. પથ્થરમારો થતાં સિટી પીઆઇ આર. જી. ચૌધરી, કોસ્ટેબલ મહાવીરસિંહ રાઠોડ અને કોસ્ટેબલ વિજયસિંહને ઈજા થતાં સિટી પોલીસની મદદે તાલુકા પોલીસ દોડી આવી હતી. ડીએસપી હરેશ દુધાત, ડીવાયએસપી, એલસીબી, એસઓજી, પાટડી સહિતની પોલીસ ટીમ ઘટનાસ્થળે આવી હતી. ટીયર ગેસના 32 શેલ છોડી ટોળાં વિખેરી નાખ્યાં હતાં. જિલ્લાભરની પોલીસ ઘટનાસ્થળે ખડકી દેવા સાથે નગરમાં પેટ્રોલિંગ હાથ ધરાયું હતું.
24 શખસો સામે નોંધાઈ ફરિયાદ, સાતની રાતોરાત અટક
દરમ્યાન આ મામલે
(1) હીતેષભાઇ ઉર્ફે લાલો ગીરધરભાઇ ચૌહાણ
(2) મહેન્દ્રભાઇ ઉર્ફે મળ્યો ખાનાભાઇ પરમાર
(3) હર્ષદભાઇ જયંતીભાઇ સિંધવ
(4) મહેન્દ્રભાઇ ઉર્ફે જાડો શીવાભાઇ પરમાર
(5) અનીલભાઇ ઉકાભાઇ ચૌહાણ
(6) ગણેશભાઇ ઉર્ફે ગીડો મોતીભાઇ જાદવ
(7) આનંદભાઇ રાજુભાઇ છાસીયા
(8) મનીષભાઇ ઉર્ફે લાલો અમુભાઇ ચૌહાણ
(9) જયેશભાઇ ભલજીભાઇ વાણીયા
(10) હરીભાઇ ઉકાભાઇ ચૌહાણ
(11) હકો શીવાભાઇ પરમાર
(12) નરેન્દ્ર ઉર્ફે પત્ની તળશીભાઇ ચૌહાણ
(13) અક્ષયભાઇ ઉકાભાઇ સાગઠીયા
(14) જીગો દીલીપભાઇ સિંધવ
(15) પ્રકાશભાઇ દલજીભાઇ રાતોજા
(16) ગાંગુલી જે કમાભાઈ ઠીંગણાનો ભાઈ થાય છે
તે વિગેરે આશરે દોઢસો જેટલા માણસોના સામે પક્ષે
(1) અજુભાઇ જુમાભાઇ માણેક
(ર) રાજાબાબુ
(3) યાકુબભાઇ જુમાભાઇ માણેક
(4) ઇંદ્રશીભાઇ બબાભાઇ મોવર
(5) રીયાજભાઇ ઇશાભાઇ માણેક
(6) આશીફ ઇકબાલભાઇ મોવર
(7) જુસબભાઇ હાજીભાઇ માણેક
(8) શાહરૂખભાઇ સલીમભાઇ મોવર વિગરે મળી બંને પક્ષે 24 સામે ગુનો નોંધાયો હતો. જેમાં રાતોરાત સાત શખસોની અટકાયત કરી લેવામાં આવી હતી.