NEET-UG કાઉન્સેલિંગ સ્થગિત: તારીખ લંબાવવાની સંભાવના
- કાઉન્સેલિંગની નવી તારીખને લઈને હજુ સુધી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી
નવી દિલ્હી, 6 જુલાઇ: NEET UG કાઉન્સેલિંગ શરૂ થવાની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ માટે એક મોટા સમાચાર છે. મળતી માહિતી મુજબ, આજથી યોજાનારી NEET UG કાઉન્સિલિંગને મેડિકલ કાઉન્સિલ કમિશન (MCC) દ્વારા નવો આદેશ ન થાય ત્યાં સુધી સ્થગિત કરવામાં આવી છે. અને સૂત્રો મુજબ, આજે 6 જુલાઈ થનાર કાઉન્સેલિંગની તારીખ લંબાવવાની સંભાવના રહેલી છે. હાલમાં, કાઉન્સેલિંગની નવી તારીખને લઈને હજુ સુધી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી, જે ટૂંક સમયમાં કરવામાં આવે તેવી અપેક્ષા છે. (સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન NTAએ 6 જુલાઈથી કાઉન્સેલિંગની વાત કરી હતી, જેને સુપ્રીમ કોર્ટે રોકી નથી). હાલ આ સંબંધિત વિભાગો અને મંત્રાલયો પણ 8મી જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં થનારી સુનાવણી પર નજર રાખી રહ્યા છે.
NEET પેપર લીક પર હોબાળો
મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ NEET-UGમાં ઘણી ગેરરીતિઓ બહાર આવી છે, જેના કારણે દેશમાં હોબાળો મચી ગયો છે. તપાસ એજન્સીઓ આની તપાસમાં વ્યસ્ત છે. આ કેસમાં ગુજરાત, બિહાર, ઝારખંડ સહિત અનેક જગ્યાએથી ધરપકડ પણ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી 8મી જુલાઈના રોજ થવાની છે.
NEET UG RE-TEST તાજેતરમાં હાથ ધરવામાં આવી હતી
1563 વિદ્યાર્થીઓને ગ્રેસ માર્કસ આપવામાં આવ્યા હતા, જે બાદ હેરાફેરીનો મુદ્દો ઉભો થવા લાગ્યો હતો. આ મામલે અનેક વિરોધ પ્રદર્શન પણ થયા હતા. આ પછી, તાજેતરમાં 1563 ઉમેદવારો માટે NEET પુન: પરીક્ષા પણ લેવામાં આવી હતી, જેનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. NEETની પુનઃ પરીક્ષા 23 જૂને યોજાઈ હતી.
આ પણ જુઓ: કોણ છે લિસા નંદી, જેમને બ્રિટિશ PM કીર સ્ટાર્મરે તેમની કેબિનેટમાં સ્થાન આપ્યું? જાણો