ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

NEET કૌભાંડઃ ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા, CBIએ રિમાન્ડ માંગ્યા

ગોધરા, 28 જૂન 2024, NEET કૌભાંડ મામલે CBI દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. ગઈકાલે CBIએ ગોધરામાં સર્કિટ હાઉસ ખાતે CBI દ્વારા 16 વિદ્યાર્થીઓ પૈકી ગુજરાતના 6 વિદ્યાર્થીઓના નિવેદન સાથે વાલીઓ અને આ કેસના સાક્ષીઓ તેમજ ઝડપાયેલા આરોપીઓ સાથે સંપર્કમાં આવેલા અન્ય ઇસમોની પણ પૂછપરછ કરી હતી. ત્યારે આજે પાંચમાં દિવસે 4 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. CBI દ્વારા 4 આરોપીઓના રિમાન્ડ માંગવામાં આવ્યા છે. જેને લઈ આજે રિમાન્ડ અરજી પર ગોધરા કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

4 આરોપીઓના રિમાન્ડ માટે અરજી કરવામાં આવી
ગોધરા શહેરમાં જય જલારામ સ્કૂલમાં બહુચર્ચિત નીટની પરીક્ષાને લઈને ગોધરા શહેરના સર્કિટ હાઉસ ખાતે સીબીઆઇ દ્વારા 16 વિદ્યાર્થીઓ પૈકી ગુજરાતના 6 વિદ્યાર્થીઓના નિવેદન સાથે વાલીઓ અને આ કેસના સાક્ષીઓ તેમજ ઝડપાયેલા આરોપીઓ સાથે સંપર્કમાં આવેલા અન્ય ઇસમો અને જય જલારામ સ્કૂલના માલિક દીક્ષિત પટેલની મોડી રાત સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ વાલીઓ અને જય જલારામ સ્કૂલના માલિકને પરત મોકલવામાં આવ્યા હતા. ત્યારે CBI દ્વારા 4 આરોપીઓના રિમાન્ડ માટે અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણી માટે આજે ગોધરા સબજેલમાંથી ગોધરા કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા.

જય જલારામ સ્કૂલના સંચાલકનું નિવેદન પણ લેવામાં આવ્યું
આ પૈકીના ચાર આરોપીઓને પુછપરછ માટે CBI દ્વારા રિમાન્ડની અરજી દાખલ કરવામાં આવી હતી.આજે ચારેય આરોપીઓને સબજેલમાંથી ગોધરા કોર્ટ ખાતે પોલીસ બંદોબસ્ત સાથે મોકલવામાં આવ્યા હતા.ગોધરા શહેરમાં જય જલારામ સ્કૂલમાં બહુચર્ચિત નીટની પરીક્ષાને લઈને ગઈકાલે ગોધરા શહેરના સર્કિટહાઉસ ખાતે CBI દ્વારા 16 વિદ્યાર્થી પૈકી ગુજરાતના 6 વિદ્યાર્થીનાં નિવેદન સાથે વાલીઓ અને આ કેસના સાક્ષીઓ તેમજ ઝડપાયેલા આરોપીઓ સાથે સંપર્કમાં આવેલા અન્ય ઇસમોની પણ પૂછપરછ કરવામાં આવી હતી.CBIની ટીમ દ્વારા જય જલારામ સ્કૂલના સંચાલકનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું. પરશુરામ રોય, આરિફ વોરા, તુષાર ભટ્ટ, આનંદ વિભોર તથા પરષોત્તમ શર્માની ધરપકડ કરી હતી. તમામ 5 આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. CBIની ટીમે કોર્ટમાં આરિફ વોરા, તુષાર ભટ્ટ, આનંદ વિભોર તથા પરષોત્તમ શર્માના 4 દિવસના રિમાન્ડ મેળવવા અરજી દાખલ કરી છે.

આ પણ વાંચોઃNEET કૌભાંડઃ CBIએ 6 વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્કૂલના માલિકની પૂછપરછ શરૂ કરી

Back to top button