NEET PG 2024ની પરીક્ષાની તારીખમાં ફેરફાર, હવે આ તારીખે પરીક્ષા લેવાશે
- NEET PG 2024ની યોજાનાર પરીક્ષાની તારીખ બદલાઈ
- NEET PG 2024ની પરીક્ષા અગાઉ 3 માર્ચે યોજાવાની હતી, જે હવે 7 જુલાઈ, 2024ના રોજ યોજાશે
દિલ્હી, 09 જાન્યુઆરી 2024: NEET PG પરીક્ષામાં બેસનાર ઉમેદવારો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. ફરી એક વાર NEET PG 2024ની પરીક્ષાની તારીખ બદલવામાં આવી છે. મેડિકલ સાયન્સમાં નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન એટલે કે NBEMS હવે 7 જુલાઈ, 2024ના રોજ NEET PG 2024ની પરીક્ષાનું આયોજન કરશે. આ અંગે સત્તાવાર સૂચના જારી કરવામાં આવી છે. અગાઉ આ પરીક્ષા 3 માર્ચે યોજાવાની હતી.
The conduct of NEET-PG 2024 examination which was earlier notified to be tentatively held on 3rd March 2024 stands rescheduled. The NEET-PG 2024 shall now be conducted on 7th July 2024. The cut-off date for the purpose of eligibility to appear in the NEET-PG 2024 shall be 15th…
— ANI (@ANI) January 9, 2024
કેમ ફરી પરીક્ષાની તારીખ બદલાઈ?
ફરી એક વખત NEET PGની તારીખો બદલાઈ ગઈ છે. પહેલાં 3 માર્ચના રોજ યોજાનાર પરીક્ષા હવે 7 જુલાઈ, 2024ના રોજ યોજાવાની છે. ફરી વખત પરીક્ષાની તારીખો બદલવાનું કારણ આગામી લોકસભાની ચૂંટણી હોઈ શકે છે. જેના કારણે ફરી એક વખત NEET PG 2024ની તારીખ બદલાઈ છે.
આ પણ વાંચો: રેલવેઃ બનારસ-વેરાવળ અને સુરત-મહુવા ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે