ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

NEET પેપર લીક માત્ર પટના-હઝારીબાગ સુધી મર્યાદિત, તે સિસ્ટમેટિક ફેલ્યોર નથી: SC

Text To Speech
  • સુપ્રીમ કોર્ટેની CJI ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે NEET પેપર લીક મામલે પોતાનો અંતિમ ચુકાદો સંભળાવ્યો 

નવી દિલ્હી, 02 ઓગસ્ટ: સુપ્રીમ કોર્ટે NEET પેપર લીક કેસ પર આજે શુક્રવારે અંતિમ ચુકાદો આપ્યો છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે કહ્યું છે કે, તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ અમે આ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે, આ કોઈ સિસ્ટમેટિક ફેલ્યોર નથી. પેપર લીકની અસર હજારીબાગ અને પટના સુધી મર્યાદિત છે. અમે માળખાકીય ખામીઓ પર ધ્યાન આપ્યું છે. પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોની ઓળખ સુનિશ્ચિત કરવાની અને પેપર લીક થવાને રોકવા માટે સ્ટોરેજ માટે SOP તૈયાર કરવાની જવાબદારી સરકાર અને NTAની છે.

 

કોર્ટે વધુમાં કહ્યું કે, જો સુપ્રીમ કોર્ટના નિર્ણયથી કોઈની ફરિયાદનું નિરાકરણ ન આવે તો તે હાઈકોર્ટમાં જઈ શકે છે. અમારું તારણ એ છે કે પેપર લીક સિસ્ટમેટિક નથી. પેપર લીક મોટા પાયે થયું નથી. NTAએ આગળ જતાં કાળજી લેવી જોઈએ. આ પ્રકારની બેદરકારી ટાળવી જોઈએ. અમે NEETની પુનઃપરીક્ષાની માંગને ફગાવી રહ્યા છીએ.

NTA પરીક્ષા સંચાલનમાં સુધારો કરશે

સુનાવણી દરમિયાન કોર્ટે NTAને પરીક્ષા યોજવાની પદ્ધતિ બદલવા માટે કહ્યું છે. કોર્ટે કહ્યું કે, એજન્સીએ પ્રશ્નપત્ર સેટ થવાથી લઈને પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી સખત તપાસ સુનિશ્ચિત કરવી જોઈએ. પ્રશ્નપત્રો વગેરેનું સંચાલન ચકાસવા માટે SOP બનાવવી જોઈએ. કાગળો વહન કરવા માટે, ખુલ્લી ઈ-રિક્ષાને બદલે રિયલ ટાઈમ લોકવાળા બંધ વાહનોનો ઉપયોગ કરવો જોઈએ. આ સિવાય પ્રાઈવસી કાયદાનું પણ ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને જો કોઈ અનિયમિતતા હોય તો તેને પકડી શકાય. ઈલેક્ટ્રોનિક ફિંગરપ્રિન્ટ્સ અને સાયબર સિક્યોરિટીના રેકોર્ડિંગની વ્યવસ્થા કરો જેથી ડેટા સુરક્ષિત થઈ શકે.

 

EOU અને CBIએ ઘણા આરોપીઓની ધરપકડ કરી હતી

CBI અને EOUએ NEET પેપર લીક કેસની તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન ઘણા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે. ઝારખંડના હજારીબાગ અને પટનામાંથી પેપર લીક થયું હતું. EOUના રિપોર્ટ પર CBIએ સમગ્ર ઘટનાક્રમ શરૂ કરી દીધો હતો. સીબીઆઈએ પ્રથમ એફઆઈઆર નોંધી હતી, જેમાં આઠ આરોપીઓના નામ હતા. જેમાં સંજીવ મુખિયા, સિકંદર યાદવેન્દુ, અમિત આનંદ, આયુષ રાજ, નીતિશ કુમાર, રોકી, અખિલેશ અને બિટ્ટુના નામ સામેલ છે. CBIએ પહેલા પટનામાં ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા. તપાસ એજન્સી સિકંદર યાદવેન્દુના ફ્લેટ પર પહોંચી હતી. જે બાદ લર્ન એન્ડ પ્લે સ્કૂલ અને તેની બોયઝ હોસ્ટેલ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. NH ગેસ્ટ હાઉસમાં પણ સર્ચ કરવામાં આવ્યું હતું. આ તે સ્થાનો છે જે NEET પેપર લીક કાંડના આરોપીઓ સાથે સંબંધિત છે. પટનાના ખેમનીચક ખાતે આવેલી લર્ન એન્ડ પ્લે સ્કૂલમાં સંજીવ મુખિયાએ વિદ્યાર્થીઓને રહેવાની વ્યવસ્થા કરી હતી. આરોપ છે કે, અહીં 35 વિદ્યાર્થીઓને બેસીને પ્રશ્નપત્રના જવાબો યાદ કરાવવામાં આવ્યા હતા.

આ પછી CBIએ હજારીબાગની ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલની ધરપકડ કરી અને પૂછપરછ કરી. અહેવાલ મુજબ, ચાર્જશીટમાં નામ આપવામાં આવેલા આરોપીઓમાં નીતિશ કુમાર, અમિત આનંદ, સિકંદર યાદવેન્દુ, આશુતોષ કુમાર, રોશન કુમાર, મનીષ પ્રકાશ, અખિલેશ કુમાર, અવધેશ કુમાર, અનુરાગ યાદવ, અભિષેક કુમાર, શિવાનંદન કુમાર અને આયુષ રાજનો સમાવેશ થાય છે.

પુનઃ પરીક્ષા અંગે સુપ્રીમ કોર્ટનો નિર્ણય

15 જુલાઈના રોજ, સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે. NEET UG 2024 પરીક્ષા ફરીથી લેવામાં આવશે નહીં. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચુડે કહ્યું કે, બંને પક્ષોને સાંભળ્યા પછી સ્પષ્ટ છે કે પરીક્ષાની પવિત્રતાનું ઉલ્લંઘન થયું નથી, તેથી ફરીથી પરીક્ષા યોજવાની જરૂર નથી. ‘પેપર લીક અને અન્ય ગેરરીતિઓ’ના આધારે પુનઃપરીક્ષા માટેની અરજીને ફગાવી દેવામાં આવી હતી.

આ પણ જૂઓ: ગાંજા-ચરસ સુધી ઠીક છે, પરંતુ હેરોઈન? મહિલા પર આકરી થઈ SC, જામીન આપવાનો ઇનકાર

Back to top button