અમદાવાદગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

NEET પરીક્ષા કૌભાંડઃ ગોધરા કોર્ટે ચારેય આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

Text To Speech

અમદાવાદ, 29 જૂન 2024, NEET પરીક્ષા કૌભાંડ મામલે CBIએ ચાર આરોપીઓને ગોધરા કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માગ્યા હતા. આજે આ મામલે વધુ સુનાવણી કોર્ટ દ્વારા હાથ ધરવામાં આવી હતી. NEET પરીક્ષા કૌભાંડ મામલે ગોધરા ખાતે પાછલા ચાર દિવસથી CBIની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. CBI દ્વારા પાંચમાં દિવસે પકડાયેલા 4 આરોપીઓના રિમાન્ડ મેળવવા માટે ગોધરા કોર્ટમા અરજી કરવામાં આવી હતી. આ મામલે આજે કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં ચાર આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે.

તમામ આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવશે
CBI દ્વારા NEET પરીક્ષા કૌભાંડમાં સંકળાયેલા આરોપીઓ આરીફ વોરા, તુષાર ભટ્ટ, પુરુષોત્તમ શર્મા, વિભોર આનંદને કોર્ટમાં રજૂ કરવામા આવ્યા હતા. CBI અને આરોપીઓના વકીલની દલીલો સાંભળીને આજે રિમાન્ડની અરજી પર સુનાવણી કરી કોર્ટે 4 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂ કર્યા છે. ગોધરા ચીફ કોર્ટમાં સીબીઆઇની રિમાન્ડ અરજી પર સુનાવણી થઈ હતી. ગોધરા ચીફ કોર્ટ દ્વારા 4 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરતા સીબીઆઇ દ્વારા તમામ 4 આરોપીઓની કસ્ટડી મેળવવામાં આવી છે.આ તમામ આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવશે.

ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતાઓ
CBIની તપાસમાં ગોધરાની જય જલારામ સ્કૂલના પ્રિન્સીપાલ પુરુષોત્તમ શર્માએ જ NEETની પરીક્ષા માટે જય જલારામ સ્કૂલની ભલામણ કરી હોવાનું બહાર આવ્યુ છે. NTA દ્વારા પરીક્ષાને લઇને 3 કોલેજ અને 1 સ્કૂલની મંજૂરી માગી હતી પરંતુ પરીક્ષા માટે નિયુક્ત સીટી કો.ઓર્ડીનેટર તરીકે નિમાયેલા પુરષોત્તમ શર્મા પાસે અભિપ્રાય માંગતા તમામ સેન્ટરો દૂર પડશે અને મુશ્કેલી નડશે તેવી ત્રુટિ બતાવી હોવાની વિગતો બહાર આવી છે.પંચમહાલ પોલીસ દ્વારા પુરષોત્તમ શર્માની સંડોવણી બહાર આવતા ધરપકડ કરવામાં આવી હતી.CBIની તપાસમાં હજુ પણ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

આ પણ વાંચોઃNEET કૌભાંડઃ ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા, CBIએ રિમાન્ડ માંગ્યા

Back to top button