

નીટ 2022નું રીઝલ્ટ બુધવારને રાત્રે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (એટીએ) દ્નારા ઓફિશીયલ વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યુ હતું. જેમાં ગુજરાતની દિકરી એ 9 મો રેન્ક મેળવી ગુજરાતનુ નામ રોશન કરી દીધુ છે.
નીટની પરીક્ષાના રીઝલ્ટ માટે ntaresult.nic.in , nta.ac.in જેવી વેબસાઇટ સક્રિય કરવામાં આવી હતી. ત્યારે લગભગ 18 લાખ વિદ્યાર્થી તેમના પરિણામની સત્તાવાર વેબસાઇટ પર ચકાસણી કરી હતી . ત્યારે આ વર્ષના પરીણામમાં રાજસ્થાનની તનિષ્કા 99.99 પર્સેન્ટાઇલ સાથે ટોપ પર રહી હતી. તેમજ ગુજરાતની ઝીલ વ્યાસે 9 મો રેન્ક મેળવ્યો હતો. દિલ્હીનો વત્સ આશીષ બત્રા બીજા ક્રમે, કર્ણાટકનો નાગભૂષણ ત્રીજા ક્રમે તેમજ રુચા પવાસે ચોથા અને તેલંગાણાનો સિદ્ધાર્થ રાવ પાંચમાં ક્રમે રહ્યો હતો. આ સાથે 9.93 લાખ વિદ્યાર્થી નીટની પરીક્ષામાં સફળ થયા છે. તેમજ ટોપ 5માં સ્થાન મેળવનાર વિદ્યાર્થોઓ પર્સેનટાઇલ 99.99 રહેતા ઝળહળતુ પરિણામ જાહેર થયું છે.