સ્પોર્ટ્સ ડેસ્કઃ 2003થી વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતને મેડલ મળ્યો ન હતો અને ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. નીરજે શાનદાર રીતે ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ અહીં તેની શરૂઆત કંઈ ખાસ ન હતી. ત્રીજા પ્રયાસ સુધી એવું લાગતું ન હતું કે નીરજ કોઈ મેડલ જીતી શકશે, પરંતુ ચોથા પ્રયાસમાં તેણે જોરદાર વાપસી કરીને ભારત માટે મેડલ સુનિશ્ચિત કર્યો.
નીરજના પહેલા ત્રણ થ્રો ખરાબ રહ્યા અને ચોથા થ્રોએ આખી બાજી પલટી નાખી, જુઓ વીડિયો#WorldAthleticsChamps #WorldAthleticsChampionships #WorldAthleticsChampionships2022 #Nirajchopra #javelinthrow #sport #India #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/1VrXyYrdoO
— Hum Dekhenge News (@humdekhengenews) July 24, 2022
નીરજ ચોપરાનો પહેલો પ્રયાસ ફાઉલ હતો અને બીજા અને ત્રીજા પ્રયાસમાં તેનો ભાલો ક્રમશઃ 82.39 અને 86.37 મીટરનું જ અંતર કાપી શકી હતી. આ પછી નીરજ પાસે માત્ર બે જ પ્રયાસ બચ્યા હતા, જેમાં તેણે અદ્ભુત દેખાવ કરવાનો હતો. ચોથા પ્રયાસમાં નીરજના જેવલિને 88.13 મીટરનું અંતર કાપ્યું અને અહીંથી ભારતનો મેડલ લગભગ નિશ્ચિત થઈ ગયો.
નીરજનો પાંચમો પ્રયાસ ફાઉલ હતો. તેથી જ એન્ડરસન પીટર્સે જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે તેના છેલ્લા પ્રયાસમાં 90.54 મીટર દૂર બરછી ફેંકી હતી. ભારત તરફથી આ બીજો વર્લ્ડ એથ્લેટિક્સ મેડલ છે. 2003માં અંજુ બોબી જ્યોર્જે લાંબી કૂદમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
આ પણ વાંચોઃ
ગુજરાતમાં સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં નેશનલ ગેમ્સનું આયોજન : ભારતીય ઓલિમ્પિક સંઘનો નિર્ણય
વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2022માં નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચ્યો