નીરજ ગોયત VS જૅક પોલ: પ્યુર્ટો રિકોના રસ્તા પર બંને બૉક્સર બાખડી પડ્યા, જૂઓ વીડિયો
- ભારતીય બોક્સર નીરજ ગોયત અને યુટ્યુબરમાંથી બોક્સર બનેલા જેક પોલણી ઓનલાઈન દુશ્મનાવટ એક નવા સ્તરે પહોંચી
પ્યુર્ટો રિકો, 27 ફેબ્રુઆરી: ભારતીય પ્રો-બોક્સર નીરજ ગોયત અને યુટ્યુબરમાંથી બોક્સર બનેલા સોશિયલ મીડિયા પર્સનાલિટી જૅક પોલ વચ્ચે ચાલી રહેલી ઑનલાઈન દુશ્મનાવટ એક નવા સ્તરે પહોંચી ગઈ જ્યારે બંને બોક્સર વાસ્તવિક જીવનમાં પણ પહેલીવાર એકબીજાની આમને-સામને આવ્યા અને પ્યુર્ટો રિકોના રસ્તા પર રીતસર બાખડી પડ્યા. ઉલ્લેખનીય છે કે, નીરજ ગોયતે 29 ડિસેમ્બર 2023ના રોજ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો દ્વારા જૅક પોલને લડાઈ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. જેના જવાબમાં જૅક પોલે નીરજની આ પોસ્ટ પર હિન્દીમાં કોમેન્ટ લખી અને તેણે નીરજની આ ચેલેન્જ પણ સ્વીકારી હતી.
View this post on Instagram
જૅક પોલે કહ્યું હતું કે “આ ભારત અને અમેરિકા નથી. હું ભારતમાં મારા તમામ સમર્થકોની પ્રશંસા કરું છું. જો નીરજને તક જોઈતી હોય, તો તેણે અમેરિકા વિરુદ્ધ ભારતની વાતો બંધ કરવી પડશે. કોઈ પણ સમયે, કોઈપણ જગ્યાએ.” ત્યારબાદ, 27 વર્ષીય જેક પૉલે નીરજને ભારતથી ઊડીને અમેરિકાના પ્યુર્ટો રિકોમાં રૂબરૂ સામનો કરવાનો પડકાર ફેંક્યો હતો. જેને પગલે ગોયત અને પોલ બંને સોમવારે એટલે કે 26 ફેબ્રુઆરીના રોજ જૅક પોલના જીમની બહાર એકબીજાના આમને-સામને આવ્યા હતા.
લડાઈ દરમિયાન નીરજ ગોયત અને જૅક પોલની થઈ બોલાચાલી!
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ગોયતએ પોલનો સામનો કરતાં જોવા મળી રહ્યા છે, જેની સાથે અમાંડા સેરાનો પણ હતી. જ્યાં નીરજ ગોયતે પડકાર ફેંકતા કહ્યું કે, “જૅક પોલ, હું બોલેલું કરી બતાવનાર માણસ છું. હું અહીં છું. હું તારા દેશમાં છું. હું અહીં તારા શહેરમાં છું. હું અહીં તારા જીમમાં છું, યાર. હવે ગાળ… આપ’ તું અનુવાદ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ભારતીય ભાષાનો દુરુપયોગ કરી રહ્યો છે. હવે દુરુપયોગ કરીને બતાવ.”
અપશબ્દોનો ઉપયોગ થતાં બંને વચ્ચેની લડાઈ વધુ તીવ્ર બની!
જવાબમાં પૉલે પૂછ્યું કે, શું ગોયેત પોતાની બેકાર વાતો(trash talk)ને હેન્ડલ કરવામાં અસમર્થ છે. અમેરિકન બોક્સર જૅક પોલ કહ્યું કે, “પપ્પા પાસે આવો… તમે મને મળવા આવ્યા છો. ભલે તમે લડવા નથી માંગતા. સાંભળ, તું થોડી ગંદી વાત સહન કરવામાં અસમર્થ છો. તારી લાગણી દુભાઈ જાય છે? શું મેં તારી લાગણીઓને ઠેસ પહોંચાડી છે? સાંભળ, હું તારો આદર કરું છું કે તું પુરુષ VS પુરુષ લડાઈ માટે આવ્યો છો. પણ તું લડવા માંગતા નથી,”
અપશબ્દો બોલ્યા બાદ મામલો એટલો ગરમાયો હતો કે બંને વચ્ચે મારામારી થઈ હતી. ત્યારબાદ જેક પોલની ટીમે તેમને અલગ કર્યા હતા. આ વિવાદ એવા સમયે થયો છે જ્યારે જૅક પોલની 2 માર્ચે પ્યુર્ટો રિકોના સાન જુઆનમાં રેયાન બોરલેન્ડ સાથે લડાઈનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ જુઓ: હવે તાજિકિસ્તાનનો ફેમસ એક્ટર અબ્દુ રોજિક EDના સંકજામાં, જાણો શું છે કારણ?