ભારતનો સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતવાની અણી પર છે. તે રવિવારે (27 ઓગસ્ટ)ના રોજ ફાઇનલમાં ટકરાશે. નીરજની નજર આ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત ગોલ્ડ પર હશે. ઓલિમ્પિક, એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ અને ડાયમંડ લીગમાં ચેમ્પિયન બનેલો આ ખેલાડી માત્ર વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતી શક્યો નથી. નીરજ રવિવારે પોતાની બેગમાં ગોલ્ડ મૂકવાનો પ્રયત્ન કરશે.
ટોક્યો ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ શુક્રવારે માત્ર એક જ થ્રોમાં પેરિસ ઓલિમ્પિકની ટિકિટ જ નહીં પરંતુ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ પ્રવેશ કર્યો. માત્ર નીરજ જ નહીં, વિઝા મોડા મળવાને કારણે છેલ્લી ક્ષણે બુડાપેસ્ટ પહોંચેલા કિશોર જેના અને ડીપી મનુએ પણ ભાલાની ફાઇનલમાં જગ્યા બનાવી હતી. વિશ્વ એથ્લેટિક્સમાં એક જ ઈવેન્ટમાં ત્રણ ભારતીય એકસાથે ફાઇનલમાં પહોંચ્યા હોય તેવું પ્રથમ વખત બન્યું છે. નીરજે તેના પ્રથમ થ્રોમાં 88.77 મીટરની ભાલા ફેંકી હતી. આ તેનું સિઝનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
ફાઈનલ ક્યાં જોઈ શકાશે ?
ચાહકો માટે, ફાઈનલનું ભારતમાં કોઈપણ ટીવી ચેનલ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે નહીં. જો કે તે નીરજ ચોપરાની મેચ ઓનલાઈન જોઈ શકે છે. ચાહકો આ ઇવેન્ટને Jio સિનેમાની એપ અને વેબસાઇટ પર લાઇવ જોઈ શકે છે. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં જેવલિન થ્રો ફાઇનલ ભારતીય સમય અનુસાર રાત્રે 11:45 વાગ્યે શરૂ થશે.