ટોપ ન્યૂઝસ્પોર્ટસ

ફરી એકવાર નીરજ ચોપરાનો કમાલ, વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની ફાઇનલમાં મેળવી એન્ટ્રી

Text To Speech

અમેરિકાના યુજીનમાં ચાલી રહેલ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં નીરજ ચોપરાએ ધમાલ મચાવી દીધી છે.તે આ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રથમ વખત ક્વોલિફાય થયો છે. આથી કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ જીતનાર નીરજ પાસેથી દેશને આ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલની ખૂબ મોટી આશા છે.

34 સ્પર્ધકોએ લીધો ભાગ 

નીરજે તેના પ્રથમ પ્રયાસમાં 88.39 મીટરમાં ભાલો ફેંકીને પુરૂષોની સ્પર્ધાની ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. 24 વર્ષના નીરજ ચોપરાની સાથે આ ચેમ્પિયનશિપમાં દુનિયાભરના 34 સ્પર્ધકોએ ભાગ લીધો છે. આ બધા વચ્ચે ફાઈનલ માટે જંગ જામ્યો હતો. બધાને બે જૂથમાં મૂકવામાં આવ્યા હતા, જેમાંથી ગ્રૂપ Aમાં રહેલા નીરજ તેની કારકિર્દીના ત્રીજા શ્રેષ્ઠ થ્રો સાથે ફાઇનલમાં ક્વોલિફાય થયો હતો. નીરજ ઉપરાંત ભારતીય એથ્લેટ રોહિત યાદવ પણ ગ્રુપ બીમાં ભાગ લેતો જોવા મળશે.

શનિવારે ગોલ્ડ મેડલ માટે જંગ ખેલાશે

આ મેન્સ ઈવેન્ટના 34 ભાલા ફેંકનારાઓમાંથી, નીરજ ચોપરા સહિત ટોપ-12 સ્ટાર ખેલાડીઓ ક્વોલિફાય થયા હતા. હવે ભારતીય સમય અનુસાર રવિવારે (24 જુલાઈ) સવારે 7.05 વાગ્યે ચેમ્પિયનશિપમાં ગોલ્ડ માટે આ 12 ખેલાડીઓ વચ્ચે જંગ ખેલાશે. નીરજની સાથે ચેક રિપબ્લિકના જેકબ વાડલેજ પણ પ્રથમ પ્રયાસમાં 85.23 મીટર દૂર બરછી ફેંકીને ફાઇનલમાં ક્વોલિફાય થયા હતા.

નીરજનું સતત શાનદાર પ્રદર્શન યથાવત

નીરજ ચોપરાએ આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, જે અત્યાર સુધી યથાવત છે. આ સ્ટાર ખેલાડીએ બે વખત પોતાના વ્યક્તિગત સર્વશ્રેષ્ઠમાં સુધારો કર્યો છે. તેણે 14 જૂને ફિનલેન્ડમાં પાવો નુર્મી ગેમ્સમાં 89.30m અને 30 જૂનના રોજ પ્રતિષ્ઠિત સ્ટોકહોમ ડાયમંડ લીગ ઈવેન્ટમાં 89.94m થ્રો કર્યો, તે માત્ર છ સેન્ટિમીટરથી 90mના અંતરથી ચૂકી ગયો. નીરજ ચોપરા તાજેતરમાં જ ડાયમંડ લીગમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ પછી બીજા ક્રમે રહ્યો હતો. પીટર્સે 90.31 મીટરના પ્રયાસ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

Back to top button