Neeraj Chopra Wife: નીરજ ચોપડાની પત્ની હિમાની કોણ છે? શું કામ કરે છે, આ રહી સંપૂર્ણ વિગતો
પાનીપત, 20 જાન્યુઆરી 2025: ભારતના સુપરસ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપડાએ 2025ના પ્રથમ મહિનામાં આખા દેશને સૌથી મોટી સરપ્રાઝ આપી છે. ઓલિમ્પિક ગોલ્ડ અને સિલ્વર મેડલિસ્ટ નીરજ ચોપડાએ લગ્ન કરી લીધા છે. દિગ્ગજ એથલીટે કોઈને પણ કાનોકાન ખબર ન પડે એ રીતે પરિવારના લોકોની હાજરીમાં લગ્ન કરી લીધા છે. નીરજે શનિવારે 19 જાન્યુઆરીના રોજ સોશિયલ મીડિયા પર આખી દુનિયાને તેની ઝલક બતાવી હતી. તેણે જેની સાથે લગ્ન કર્યા છે, તેનું નામ હિમાની છે. પણ આ હિમાની છે કોણ?(who is neeraj chopra wife name) જેણે નીરજનું દિલ જીત્યું છે. આ સવાલ સૌ કોઈના મનમાં ફરી રહ્યો છે, તો જણાવી દઈએ કે, હિમાની એક ટેનિસ કોચ છે અને હરિયાણાની રહેવાસી છે. તેના વિશે અહીં વધારે વિગતો જાણી શકશો.
હરિયાણાની છે હિમાની
નીરજ ચોપડાના કોની સાથે લગ્ન (neeraj chopra wedding pics) થશે અને ક્યારે થશે તે સૌ કોઈ જાણવા માગતા હતા. નીરજે લગ્નની જાણકારી ફેન્સ સાથે શેર કરતા પોતાની પત્ની હિમાનીનું નામ ફેન્સને જણાવ્યું હતું. પણ ફેન્સ પણ જાણવા માગે છે કે આ હિમાની કોણ છે? હકીકતમાં જોઈએ તો, હીમાનીનું આખું નામ હિમાની મોર છે અને તે પણ નીરજની માફક હરિયાણાની રહેવાસી છે. નીરજ હરિયાણાના પાનીપત જિલ્લાના ખંડરા ગામનો રહેવાસી છે. જ્યારે હિમાની સોનીપત જિલ્લાના લડસૌલી ગામની છે.
जीवन के नए अध्याय की शुरुआत अपने परिवार के साथ की। 🙏
Grateful for every blessing that brought us to this moment together. Bound by love, happily ever after.
नीरज ♥️ हिमानी pic.twitter.com/OU9RM5w2o8
— Neeraj Chopra (@Neeraj_chopra1) January 19, 2025
અમેરિકામાં ભણી, ટેનિસની કોચ
સ્પોર્ટ્સસ્ટારના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, 25 વર્ષની (neeraj chopra wife)હિમાની મોરે સોનીપતની સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. અને બાદમાં દિલ્હી યુનિવર્સિટીની મિરાંડા હાઉસ કોલેજમાંથી તેણે પોલિટિકલ સાયન્સ અને ફિઝિકલ એજ્યુકેશનમાં ગ્રેજ્યુએશન કર્યું છે. બાદમાં તે અમેરિકાના લુઈસિયાના રાજ્યમાં સાઉથ ઈસ્ટર્ન લુઈસિયાના યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો. તેણે અમેરિકામાં ખાલી અભ્યાસ જ નથી કર્યો, પણ તે ત્યાં ટેનિસ પણ રમતી રહી અને સાથે જ ટેનિસ કોચિંગ પણ શરુ કર્યું.
અમેરિકાના જ ન્યૂ હૈમ્પશરમાં ફ્રેંકલિન પિયર્સ યુનિવર્સિટીમાં તેણે વોલિંટિયર ટેનિસ કોચ તરીકે પણ કામ કર્યું છે. હાલમાં જ તે દેશના મૈસાચુસેટ્સ રાજ્યમાં એમહર્સ્ટ કોલેજમાં ગ્રેજ્યુએટ આસિસ્ટેંટ છે અને કોલેજની જ મહિલા ટેનિસ ટીમને કોચિંગ આપવા ઉપરાંત તે આખી ટીમને મેનેજ પણ કરે છે. સાથે જ મેક્કોરમૈક આઈઝનબર્ગ સ્કૂલ ઓફ મેનેજમેન્ટથઈ સ્પોર્ટ્સ મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહી છે.
આ પણ વાંચો: જેવલિન થ્રો સ્ટાર નીરજ ચોપરા લગ્નબંધનમાં બંધાયો, જીવન સંગીની સાથેની તસવીરો કરી શેર