નીરજ ચોપરાએ રચ્યો વધુ એક ઈતિહાસ : યુસૈન બોલ્ટને પાછળ છોડી નીરજ ચોપરા બન્યો નંબર 1
ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર માં શાનદાર પ્રદર્શન સાથે એક પછી એક અનેક મેડલ મેળવ્યા બાદ નીરજ ચોપરાએ વધુ એક સિદ્ધિ મેળવી છે.અને નીરજ ચોપરા માટે આ વર્ષ અનેક સિદ્ધિઓ મેળવી છે.
વર્લ્ડ એથલેટિક્સએ બહાર પાડયું લિસ્ટ
વર્લ્ડ એથલેટિક્સ દ્વારા દર વર્ષ ખેલાડીઓ નું લિસ્ટ જાહેર કરવામાં આવે છે.આ લિસ્ટમાં એ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવતો હોય છે જે ખેલાડીઓ વિશે વધુ લખવામાં આવ્યું.અને આ લિસ્ટ પ્રમાણે ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા પ્રથમ સ્થાન સાથે 812 આર્ટિકલ લખવામાં આવ્યા છે.અને જમૈકાનો એથલીટ એલેન થોમ્પ બીજા ક્રમ સાથે 751 આર્ટિકલ લખવામાં આવ્યા છે.અને ત્રીજા સ્થાન પર શૈલી એન ફ્રેઝર પર 698 આર્ટિકલ લખવામાં આવ્યા છે.
પહેલા સ્થાન પર રહેલા યુસૈન બોલ્ટ હવે પાંચમા સ્થાન પર
આ વર્લ્ડ એથલેટિક્સ લિસ્ટ મુજબ છેલ્લા કેટલાક વર્ષોથી આ લિસ્ટમાં ટોપ પર રહેનાર યુસૈન બોલ્ટ નું પહેલા સ્થાનથી સરકીને પાંચમા સ્થાન સાથે 574 આર્ટિકલ લખવામાં આવ્યા આવ્યા છે.
અને ભારતના નીરજ ચોપરાને પ્રથમ સ્થાન પર જોઇને એથલેટિક્સ ફેડરેશનના અધ્યત્ર સેબેસ્ટિયન ખુબ પરેશાન છે.તેમણે વધુમાં જણાવ્યું કે ‘મારા માટે આ અલગ અને રસપ્રદ છે. પહેલીવાર એવું બન્યું છે કે યુસૈન બોલ્ટ જેવો એથ્લેટ નથી જેને સૌથી વધુ લખવામાં આવ્યો હોય. મને આ યાદી તદ્દન અનોખી લાગી.
અને નીરજ ચોપરાએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો સાથે અને આવું કરનાર પ્રથમ એથલિટ બની ગયો છે. આ વર્ષે ડાયમંડ લીગ જીતનાર પ્રથમ ખેલાડી બની ગયો હતો.
આ પણ વાંચો : શાહરુખે કર્યુ કન્ફર્મ : ફિફા વર્લ્ડ કપની ફાઈનલમાં કરશે ફિલ્મ ‘પઠાન’નું પ્રમોશન