નીરજ ચોપરાને ગમે છે આ સ્ટ્રીટ ફૂડ , પરંતુ મેડલ જીતવા માટે ફોલો કરે છે આ ડાયટ
નીરજ ચોપરા માટે મેડલ જીતવું એટલું સરળ નથી, તેણે રોજિંદી કસરતની સાથે ખૂબ જ કડક આહારનું પાલન કરવું પડે છે, જેના વિના વધુ સારા પરિણામોની આશા રાખવી અર્થહીન છે.
વર્ષ 2021માં ESPNને આપેલા એક ઈન્ટરવ્યુમાં નીરજ ચોપરાએ કહ્યું હતું કે, તેમના રોજિંદા આહારમાં ખાસ કરીને પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ જેવા પોષક તત્વોનો સમાવેશ થાય છે.
આ બધા પોષક તત્વો મેળવવા માટે નીરજ ચોપરા ચિકન, ઈંડા, સલાડ અને ફળો ખાય છે. નીરજ ફળોને કમ્ફર્ટ ફૂડ તરીકે લે છે. તેઓ તેના ડાયટમાં બહુ ઓછો લોટની વાનગી લે છે.
નીરજ ચોપરાને મીઠાઈ ખાવાનું પસંદ છે. પરંતુ તે ખાવાનું ટાળે છે. જ્યારે તે હરિયાણામાં પોતાના પૈતૃક ઘરે જાય છે ત્યારે તે ચુરમુ ખાય છે. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના 6 મહિના પહેલા તેણે મીઠાઈ ખાવાનું સંપૂર્ણપણે છોડી દીધું હતું.
નીરજ ચોપડાએ કહ્યું હતું કે તેમને સ્ટ્રીટ ફૂડમાં ગોલ ગપ્પા ગમે છે, જો કે તેઓ તેને દરરોજ ખાવાની ભલામણ કરતા નથી, પરંતુ કેટલીકવાર એથ્લેટ માટે ક્યારેક સ્ટ્રીટ ફૂડ ખાવું ખોટું હોતું નથી.