ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

World Athletics Championships 2023  : નીરજ ચોપરાએ 88.77 ભાલો ફેકીને પ્રથમ પ્રયાસમાં જ મેળવ્યો ફાઈનલમાં પ્રવેશ

નીરજ ચોપરા : નીરજ ચોપરાએ ફરી એક વાર પોતાનું શાનદાર પ્રદર્શન કર્યું છે’. નીરજ ચોપારાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાલા ફેક સ્પર્ધામાં પહેલા જ પ્રયાસમાં જ તેને ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માં બતાવ્યું શાનદાર પ્રદર્શન

નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ફરી એક વાર ભારતનું ગૌરવ વધાર્યું છે.નીરજ ચોપરાએ ફરી એક વાર તેને ભાલા ફેકમાં પ્રથમ પ્રયાસમાં જ 88.77 મીટરનો ભાલો ફેકીને તેને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માં ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.અને આ ફાઈનલ મેચએ  27 ઓગસ્ટે રમાશે.

નીરજ ચોપરાને ગ્રુપ-એમાં રાખવામાં આવ્યો હતો, જેમાં એન્ડરસન પીટર્સ અને જુલિયન પીટર્સનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાનના અરશદ નદીમ અને જેકબ વડલેચ જેવા સ્ટાર ખેલાડીઓને ગ્રુપ-બીમાં રાખવામાં આવ્યા છે. ભાલા ફેંક સ્પર્ધાની ફાઇનલમાં સ્થાન માટે ક્વોલિફાઇંગ માર્ક 83 મીટર છે,જે નીરજ ચોપરા માટે એકદમ સરળ હતું.

આ પણ વાંચો : Asia Cup 2023 : ભારતને વર્લ્ડકપ અપાવનાર મદન લાલે ટીમ સિલેક્શન પર ઉઠાવ્યા સવાલ, જાણો શું કહ્યું..?

પેરીસ ઓલિમ્પિકએ 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી રમાશે

નીરજ ચોપરાએ આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. નીરજ ચોપરાએ  વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ફાઈનલમાં જગ્યા બનાવી છે જયારે  પેરીસ ઓલિમ્પિક માટે પણ નીરજ ચોપરાએ’ક્વોલિફાય કર્યું છે. અને આ સાથે તેના આ સિઝનના સર્વશ્રેષ્ટ પ્રદર્શન સાથે તેના અગાઉના સિઝનમાં 88.67 ને તોડીને આ સિઝનમાં 88.77 સાથે નીરજ ચોપરાએ તેનું સર્વશ્રેષ્ટ પ્રદર્શન આપ્યું છે, આ સાથે આ ચેમ્પિયનશિમાં વિશ્વભરના 37 ભાલા ફેંકના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. પેરીસ ઓલિમ્પિકએ 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી રમાશે.

અભિનવ બિન્દ્રા સાથે કરી શકે છે બરાબરી

નીરજ ચોપરાએ અમેરિકામાં 2022ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો અને તે આ વખતે અહીં ગોલ્ડ મેડલના દાવેદારોમાંનો એક છે.જો ચોપરા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતશે તો ઓલિમ્પિક્સ અને વર્લ્ડ ચેમ્પિયનશિપની વ્યક્તિગત ઈવેન્ટમાં યલો મેડલ જીતનાર શૂટર અભિનવ બિન્દ્રા પછી તે માત્ર બીજો ભારતીય બની જશે. બિન્દ્રા 2006માં ઝાગ્રેબમાં 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ટોપ પોડિયમ ફિનિશ હાંસલ કરીને 2008માં વ્યક્તિગત ઈવેન્ટમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો હતો.

આ પણ વાંચો : વર્લ્ડકપ-2023નો બદલાયો કાર્યક્રમ; ભારત-પાકિસ્તાનની મેચ સહિત 9 મેચોની તારીખમાં ફેરફાર

નીરજ ચોપરાને ઈજાને કારણે લીધે એક મહિનો લીધો હતો આરામ

વિશ્વ ચૅમ્પિયનશિપ પહેલાં, નીરજ ચોપરા આ સિઝનમાં માત્ર બે જ ટોચના સ્તરની ઇવેન્ટ્સ રમ્યા હતા (દોહા અને લૌઝેન ડાયમંડ લીગ) અને બંનેમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ બે ઈવેન્ટ્સ વચ્ચે તેણે ઈજાને કારણે એક મહિનો આરામ પણ કર્યો હતો. લગભગ બે મહિનાના આરામ અને તાલીમ પછી,

ચોપરાએ કહ્યું કે તે મોટી ઈવેન્ટ માટે તૈયાર છે, જેનો દરજ્જો ઓલિમ્પિક જેવો છે. ચેક રિપબ્લિકના જેકબ વેડલેચ, જર્મનીના જુલિયન વેબર અને ડિફેન્ડિંગ ચેમ્પિયન એન્ડરસન પીટર્સ ગોલ્ડ મેડલના અન્ય દાવેદારો છે.

આ પણ વાંચો : Chess World Cup 2023: યુવા પ્રજ્ઞાનંદે અનુભવી કાર્લસનને પરસેવો છોડાવ્યો, ટાઈબ્રેકરમાં પરાજય

Back to top button