Video : નીરજ ચોપરા ભાલા ફેંક નહીં પણ ગુજરાત પહોંચતા જોવા મળ્યો અલગ રંગમાં !
36મી નેશનલ ગેમ્સ માટે દેશભરમાંથી ખેલાડીઓ ગુજરાત પહોંચી રહ્યા છે. ત્યારે દેશના ગોલ્ડ મેડાલિસ્ટ અને ભાલાની રમતમાં વિશ્વભરમાં ભારતનો ઝંડો ફરકાવનાર નીરજ ચોપરા વડોદરા પહોંચ્યો હતો. વડોદરા શહેરમાં નીરજ ચોપરાનુ જબરદસ્ત સ્વાગત કરવામાં આવ્યું હતું. જે પછી ત્યાં સ્થાનિક લોકોની સાથે નીરજ ગરબે પણ ઘૂમ્યો હતો.
#WATCH गुजरात: ओलंपिक में स्वर्ण पदक विजेता खिलाड़ी नीरज चोपड़ा नवरात्रि के अवसर पर वडोदरा में आयोजित एक कार्यक्रम में पहुंचे। इस दौरान उन्होंने गरबा भी किया। (28.09) pic.twitter.com/nkgzpf45Kt
— ANI_HindiNews (@AHindinews) September 29, 2022
વડોદરાના લોકોએ નીરજ ચોપરા ત્યાં પહોંચ્યો ત્યારે તેના સ્વાગતમાં કોઈ જ કમી રાખી નહતી. મોટાભાગે સ્પોર્ટ્સ આઉટફિટ્સમાં જોવા મળતો નીરજ પારંપરિક ગરબા ડ્રેસ પહેરીને જોવા મળ્યો હતો. એટલું જ નહીં નીરજ ચોપરા સ્ટેજ પર પહોંચતા જ લોકોએ તેને આવકારતા જ નારા લગાવવા માંડ્યા હતા, ‘ગરમ ગરમ શીરો, નીરજ ભાઈ હીરો’ જેના સાથે જ નીરજ પણ ખુશ થયો હતો.
વડોદરા : નીરજ ચોપરાએ માણ્યો ગરબાનો આનંદ
'ગરમ ગરમ શીરો, નીરજ ભાઈ હીરો'ના નારા સાથે લોકોએ તેમને વધાવી લીધા#Vadodara #NeerajChopra #Garba #nationalgamesgujarat #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/yeZkDJ5bcS— Hum Dekhenge News (@humdekhengenews) September 29, 2022
ચાહકોને મળ્યા પછી, તે ક્ષણ આવી જ્યારે નીરજ ચોપરાએ ગરબા કર્યા. અને પરંપરાગત પરિધાનમાં ગરબા કરતી વખતે પણ તે દિલ જીતી લેતો જોવા મળ્યો હતો. તેના ગરબા સ્ટેપ્સ એટલા જ સચોટ લાગતા હતા, જેટલા તેના ભાલાના મેદાન પર મેડલ જીતવા માટેનું અંતર માપે છે.
આ પણ વાંચો : સુરતથી આરંભ હૈ પ્રચંડ..! PM મોદીએ કર્યું સંબોધન, નવરાત્રિમાં ગુજરાતની ધરા પર આવવું મારૂં સૌભાગ્ય