NED vs AFG: નેધરલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો કર્યો નિર્ણય
WORLD CUP 2023: આજે 2023 વર્લ્ડ કપની 34મી મેચ અફઘાનિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. જેમાં નેધરલેન્ડે ટોસ જીત્યો છે, અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
અફઘાનિસ્તાન અને નેધરલેન્ડના ખેલાડીઓ:
નેધરલેન્ડની પ્લેઇંગ ઇલેવન: વેસ્લી બેરેસી, મેક્સ ઓડાઉડ, કોલિન એકરમેન, સાયબ્રાન્ડ એન્જેલબ્રેક્ટ, સ્કોટ એડવર્ડ્સ (C/W), બાસ ડી લીડે, સાકિબ ઝુલ્ફીકાર, લોગાન વાન બીક, રોલોફ વાન ડેર મેરવે, આર્યન દત્ત, પોલ વાન મીકરેન
અફઘાનિસ્તાનની પ્લેઇંગ ઇલેવન: રહેમાનુલ્લા ગુરબાઝ, ઇબ્રાહિમ ઝદરાન, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (C), અઝમતુલ્લા ઓમરઝાઇ, ઇકરામ અલીખિલ (W), મોહમ્મદ નબી, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, ફઝલહક ફારૂકી, નૂર અહમદ
પિચ રિપોર્ટ:
લખનઉમાં આ વર્લ્ડ કપમાં કુલ ચાર મેચ રમાઈ છે. આ ચાર મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમનો સર્વોચ્ચ સ્કોર માત્ર 262 રહ્યો છે. આ ચાર મેચોમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમ બે વખત અને પીછો કરતી ટીમ બે વખત જીતી છે.
આજે અહીં કાળી અને લાલ માટીના મિશ્રણથી બનેલી પીચ પર મેચ રમાશે. ઝડપી બોલરોને લાલ માટી પર વધુ મદદ મળે છે અને કાળી માટી સ્પિનરો માટે ફાયદાકારક સાબિત થઈ છે. આવી સ્થિતિમાં આજે જોવાનું રહેશે કે પીચ પર કઈ માટીની અસર વધુ જોવા મળે છે.
અફઘાનિસ્તાન અને નેધરલેન્ડની Points Tableમાં શું છે સ્થિતિ?
View this post on Instagram
અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે આ વર્લ્ડ કપમાં 6 મેચ રમી છે અને 3માં જીત મેળવી છે. તેના 6 પોઈન્ટ છે. અફઘાનિસ્તાને તેના પ્રદર્શનમાં ઘણો સુધારો કર્યો છે. ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. તેણે ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકાને હરાવ્યું છે. અફઘાન ટીમે ઈંગ્લેન્ડ જેવી દિગ્ગજ ટીમને 69 રને પરાજય આપ્યો હતો. જ્યારે પાકિસ્તાનનો 8 વિકેટે પરાજય થયો હતો. હવે તેની સ્પર્ધા નેધરલેન્ડ સાથે છે.
નેધરલેન્ડે અત્યાર સુધીમાં 6 મેચ રમી છે અને 2 મેચ જીતી છે. તેના 4 પોઈન્ટ છે. આ વખતે નેધરલેન્ડે મજબૂત પ્રદર્શન કરતા દક્ષિણ આફ્રિકાને 38 રને હરાવ્યું હતું. તેણે બાંગ્લાદેશ સામે 87 રનથી જીત મેળવી હતી. નેધરલેન્ડે પણ તેના પ્રદર્શનમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. હવે તે લખનઉમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે.
આ પણ વાંચો: વાનખેડેમાં થયું લંકાદહન, ભારતે મેળવી 302 રનની ઐતિહાસિક જીત, સેમી ફાઈનલમાં પ્રવેશ