ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડહેલ્થ

ચીન વિશ્વભરમાં ફેલાવશે કોરોના ! ઈટલી પહોંચેલી ફ્લાઈટમાં 50 ટકા મુસાફર સંક્રમિત

Text To Speech

ચીનમાંથી ઇટલીના મિલાન પહોંચેલી બે ફ્લાઈટમાં 50 ટકાથી વધુ મુસાફરો કોરોનાની ચપેટમાં આવ્યા છે. હવે ઇટલીએ ચીનથી આવતા તમામ મુસાફરો માટે RTPCR ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. ચીનમાં કોવિડ-19ના BF7 વેરિઅન્ટે કહેર મચાવ્યો છે.

covid test on airport
covid test on airport

ચીનમાં હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ છે અને સ્મશાનની બહાર મૃતદેહોના ઢગલા છે. આવી ભયાનક સ્થિતિ વચ્ચે તેમનો નિર્ણય વિશ્વને ભારે પડી શકે છે. હાલ ઘણા દેશોમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને જનજીવન સામાન્ય થઈ રહ્યું છે.

ચીન દ્વારા સરહદો ખોલવામાં આવી

ચીને માર્ચ 2020થી તેની સરહદો બંધ કરી દીધી હતી. ચીને પોતાના દેશની સરહદો ખોલી દીધી છે. આ નિર્ણયની વચ્ચે ચીનથી બે ફ્લાઈટ્સ ઈટલીના મિલાન પહોંચી ગઈ છે. લોમ્બાર્ડીની પ્રાદેશિક પરિષદ ગુઇડો બર્ટોલાસોએ જણાવ્યું હતું કે પ્રથમ ફ્લાઇટના 92 મુસાફરોમાંથી 35 અને બીજી ફ્લાઇટના 120 મુસાફરોમાંથી 62 કોરોના સંક્રમિત હતા.

passengers from china flight
passengers from china flight

હવે અમેરિકા પાંચમો દેશ છે જેણે ચીનથી આવતા પ્રવાસીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. ચીને ફરી એકવાર સામાન્ય પાસપોર્ટ અને વિઝા આપવાનું શરૂ કરી દીધુ છે. કોવિડ ત્રણ વર્ષ પહેલા શરૂ થયો ત્યારે ચીને આ પ્રક્રિયાને પ્રતિબંધિત કરી હતી.

ચીની નાગરિકોની નવા વર્ષની ઉજવણી

ચીન દ્વારા સંચાલિત હોંગકોંગમાં પણ ભૂતકાળમાં કોવિડ પોઝીટીવ હોય તેવા લોકો માટે ક્વોરેન્ટાઈન નિયમો સમાપ્ત કર્યા હતા. ચીને જાહેરાત કરી છે કે 8 જાન્યુઆરીથી ચીનના નાગરિકો નવા વર્ષની ઉજવણી કરવા વર્ષ 2020 બાદ પહેલીવાર ચીની નાગરિકો વિદેશ જઈ શકશે. ચીનીના નાગરિકો નાતાલની ઉજવણી કરવા જાપાન, થાઈલેન્ડ, દક્ષિણ કોરિયા, અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જવાની તૈયારી કરી રહ્યા છે.

આ 5 દેશોમાં ટેસ્ટ ફરજિયાત

વર્ષ 2020માં કોવિડની પહેલી લહેર દરમિયાન જે સ્થિતિ પ્રવર્તી હતી તે ફરી એકવાર ન બને તેમ ઘણા લોકોને ડર છે. ઇટલીમાં ફરીથી કોરોના ફેલાવવાનું કારણ ચીનના પ્રવાસીઓ બની શકે છે. અમેરિકા, ઈટાલી, જાપાન, ભારત અને તાઈવાને ચીનના પ્રવાસીઓ માટે ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે.

Back to top button