ગુજરાતમાં વિવિધ શહેરોમાં ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમ તૈનાત
- અગમચેતીના ભાગરૂપે NDRFની વધુ 4 ટીમો તૈનાત
- ભાવનગરમાં NDRFની 1 ટીમ મોકલવામાં આવી
- એનડીઆરએફના જવાનો તમામ સાધનો સાથે સજ્જ્
ગુજરાતમાં વિવિધ શહેરોમાં ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં એનડીઆરએફના 30થી વધુ જવાનો તમામ સાધનો સાથે આવી પહોંચ્યા છે. ત્યારે સરકારે પણ અગમચેતીના ભાગ રૂપે પોતાનું કામ શરૂ કરી દીધું છે.
આ પણ વાંચો: સુરતમાં રૂ.35 લાખના ડ્રગ્સકાંડમાં કાર્યવાહી કરાતા વધુ 3 આરોપીની ધરપકડ
ભાવનગરમાં NDRFની 1 ટીમ મોકલવામાં આવી
ભાવનગર શહેરમાં હજુ ચોમાસાની સીઝન શરૂ થઈ છે, ત્યાં સરકાર દ્વારા NDRFની 1 ટીમ મોકલવામાં આવી છે અને અતિ વરસાદમાં પુરની સ્થિતિમાં જિલ્લામાં જઈને રેસ્કયુની કામગીરી આ ટીમ કરશે. ભાવનગરમાં વરસાદની ભારે આગાહીના પગલે સરકારે એનડીઆરએફની ટીમ ફાળવી છે અને શહેરમાં એનડીઆરએફના 30થી વધુ જવાનો તમામ સાધનો સાથે આવી પહોંચ્યા છે. ત્યારે જિલ્લામાં ગમે ત્યારે પુરની સ્થિતિ સર્જાય તો ટીમને તાકીદે રવાના કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.
અગમચેતીના ભાગરૂપે NDRFની વધુ 4 ટીમો તૈનાત
ગુજરાતમાં ચોમાસાને લઈ NDRFની ટીમો તૈનાત કરાઈ છે. જેમાં NDRFની વધુ 4 ટીમોને તૈનાત કરાઈ છે. તેમાં ગીર સોમનાથ, ભાવનગરમાં 1-1 ટીમ તેમજ દ્વારકા અને નર્મદામાં 1-1 ટીમ તથા NDRFની કુલ 7 ટીમો જિલ્લાઓમાં તૈનાત કરાઈ છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ મામલે અગમચેતીના ભાગરૂપે NDRFની વધુ 4 ટીમો તૈનાત કરાઈ છે. ગીરસોમનાથ, ભાવનગર, દ્વારકા અને નર્મદામાં એક એક ટીમો ડિપ્લોઈડ કરવામાં આવી છે. તેમજ ભુજ, વલસાડ, રાજકોટ પહેલાથી NDRFની ટીમ હાજર છે. જેમાં કુલ સાત ટીમ જિલ્લાઓમાં હાલ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. અગાઉ હવામાન વિભાગની આગાહીને લઈને વલસાડ જિલ્લામાં એક NDRFની ટીમ સ્ટેન્ડબાય કરવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં 5 દિવસ ભારે વરસાદની આગાહીને લઈને વલસાડ જિલ્લામાં એક NDRFની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. NDRFની ટીમ દ્વારા વલસાડના નીચાણવાળા વિસ્તારો તથા તિથલ બીચની મુલાકાત લેવામાં આવી હતી.