નેશનલ

NDRF ડીજીએ કહ્યું- “ગુજરાતમાં બિપરજોયને કારણે કોઈનું મોત થયું નથી”

Text To Speech

NDRFના ડીજી અતુલ કરવલે  મીડિયા સાથેની વાતચીત કરતા કહ્યું કે ગુજરાતમાં બિપરજોયના આગમન પછી કોઈએ જીવ ગુમાવ્યો નથી. જો કે, વિવિધ ઘટનાઓમાં 23 લોકો ઘાયલ થયા છે અને રાજ્યના ઓછામાં ઓછા એક હજાર ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. તેમજઅને ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના ભાગોમાં ત્રાટકેલા ચક્રવાતે અનેક વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થવાની સાથે ભારેતારાજી સર્જાઈ છે.

NDRFના ડીજી અતુલ કરવલે આપી માહિતી

અતુલ કરવલે જણાવ્યું હતુ કે કમનસીબે ગુજરાતમાં તોફાન લેન્ડફોલ કરતા પહેલા બે લોકોના મોત થયા હતા, પરંતુ વાવાઝોડાના લેન્ડફોલ પછી કોઈ જાનહાનિ થઈ નથી.”લેન્ડફોલ પહેલા બે લોકોના મોત થયા હતા. લેન્ડફોલ પછી કોઈ જાનહાનિ થઈ નથી. 24 પ્રાણીઓ પણ મૃત્યુ પામ્યા છે. 23 લોકોને ઈજાઓ પહોંચી છે,” અને ગુજરાતના લગભગ 1,000 ગામોમાં વીજળીનો પુરવઠો ખોરવાઈ ગયો છે.”લગભગ 500 ‘કાચા’ ઘરોને નુકસાન થયું છે અને 800 વૃક્ષો પડી ગયા છે.

વાવાઝોડુ રાજસ્થાન તરફ વધ્યું

ડીજીએ એમ પણ જણાવ્યું હતું કે ચક્રવાત હવે દક્ષિણ રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે અને એનડીઆરએફએ રાજ્ય સરકાર સાથે પરામર્શ કર્યા પછી જાલોરમાં એક ટીમ પહેલેથી જ ગોઠવી દીધી છે કારણ કે ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે અને લોકો ફસાઈ શકે છે.

NDRFની ટીમો તૈનાત

ઉલ્લેખનીય છે કે કરવલે ગઈ કાલે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે NDRFની ટીમો ગુજરાતના સૌરાષ્ટ્ર, દ્વારકા, જામનગર, ગીર સોમનાથ, પોરબંદરમાં તૈનાત છે. તેમણે કહ્યું હતું કે પરિસ્થિતિનો સામનો કરવા માટે ભટિંડા, કુંડલી અને ચેન્નાઈમાં એર લિફ્ટ માટે 5-5 ટીમો અનામત છે. NDRFએ લગભગ એક લાખ લોકોને દરિયાકાંઠાના 0-5 કિમીની ત્રિજ્યામાં અને પૂરની સંભાવનાવાળા સ્થળોએ સલામત સ્થળે ખસેડ્યા છે.

 આ  પણ વાંચો :  CR પાટીલે બિપરજોય વાવાઝોડા સાથે PM મોદીને કેમ જોડ્યા? 

Back to top button